• સોમવાર, 10 નવેમ્બર, 2025

ચૌટા નજીક બોલેરોએ ઠોકર મારતા બાઈકચાલક યુવાનનું મૃત્યુ

પોરબંદર, તા.13: પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર બોલેરોના ચાલકે બાઈક ચાલક યુવાનને ઠોકર મારી દેતા તેનું મૃત્યુ થયું હતું અને અકસ્માત સર્જનારો ચાલક કેનેડી ગામનો હોવાનું બહાર આવ્યું હતું તથા તે કુતિયાણા પોલીસ મથક ખાતે હાજર થઈ ગયો હોવાથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બનાવની વિગત એવી છે કે ચૌટા ગામના હમીરભાઈ લખમણભાઇ વરુ (ઉંમર 35) પોતાનું બાઈક લઈને પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર ક્રિષ્ના હોટલથી થોડી આગળ ચૌટા ગામ તરફ પહોંચ્યા ત્યારે કલ્યાણપુરના કેનેડી ગામના બોલેરો ચાલક રણછોડ નરશી પરમારે બેફામ સ્પીડે બોલેરો ચલાવીને હમીરભાઇ ના બાઈકને પાછળથી ઠોકર મારી દીધી હતી. આથી હમીરભાઇને શરીર અને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. લોકોના ટોળેટોળા એકત્રા થઈ ગયા હતા અને ઇમરજન્સી સેવા 108 ને જાણ કરતા એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી અને ઇ.એમ.ટી.એ તપાસ કરતા હમીરભાઇને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આથી તેમના મૃતદેહ ને છકડો રિક્ષા મારફતે કુતિયાણાની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને પીએમની કાર્યવાહી થઈ હતી. અકસ્માતના આ બનાવમાં મૃતક હમીરભાઈ લખમણભાઇ વરુના કૌટુંબિક ભાઈ રોધડાના અશોક વીરાભાઇ વરુએ બેફામ સ્પીડે બોલેરો ચલાવીને અકસ્માત સર્જનાર ડ્રાઇવર રણછોડ પરમાર સામે ગુનો દાખલ કરાવ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

2028 ઓલિમ્પિકમાં ભારત-પાકિસ્તાનની ટક્કર નહીં આઇસીસીના નવા ક્વોલીફિકેશન નિયમ જાણવા જેવા November 10, Mon, 2025