કાપડના દોઢ વર્ષ જૂના બાકી નાણા બાબતે માથાકૂટ
જેતપુર,
તા.2: જેતપુર શહેરમાં કાપડના ધંધાના બાકી લેણાં નાણાની ઉઘરાણી કરવા ગયેલા એક યુવક સાથે
જાહેરમાં ઝપાઝપી કરી, અપશબ્દો બોલી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના બની છે.
આ બનાવ અંગે જેતપુર સીટી પોલીસે ધમકી આપનાર શખસ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી
હાથ ધરી છે.
પ્રાપ્ત
વિગતો અનુસાર, જેતપુરમાં રહેતા અને રબારીકા રોડ પર ‘સોનલ પ્રિન્ટ’ નામના કારખાનામાં
છેલ્લા આઠેક વર્ષથી નોકરી કરતા રવિભાઈ હેમંતભાઈ શેખડા એ ફરિયાદ નોંધાવી છે કે, તેમના
શેઠ જતીનભાઈ પટેલ પાસેથી જેતપુરના ટાકુડીપરામાં રહેતા વિજયભાઈ પાંભર નામના શખસે આશરે
દોઢેક વર્ષ પૂર્વે ટેક્ષટાઈલ કાપડની ખરીદી કરી હતી. આ કાપડના રૂપિયા અવારનવાર માંગવા
છતાં વિજયભાઈ ચુકવતા ન હતા.
ગત
તા. 01/11/2025 ના રોજ શેઠ જતીનભાઈએ રવિભાઈને આ બાકી પેમેન્ટ બાબતે વિજયભાઈ સાથે રૂબરૂ
ચર્ચા કરવા જણાવ્યું હતું. જેથી રવિભાઈએ વિજયભાઈને ફોન કરી જેતપુરના કણકીયા પ્લોટમાં
મળવાનું નક્કી કર્યું હતું. શનિવારે સાંજે આશરે પાંચેક વાગ્યે રવિભાઈ તેમના મિત્ર કેવલભાઈ
પટેલ સાથે કણકીયા પ્લોટમાં કેનેડી પાનની બાજુમાં જાહેર રોડ પર વિજયભાઈને મળવા ગયા હતા.
રવિભાઈએ જેવી બાકી પેમેન્ટ બાબતે ચર્ચા શરૂ કરી, કે તરત જ વિજયભાઈ પાંભર ઉશ્કેરાઈ ગયા
હતા અને રવિભાઈ સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરવા લાગ્યા હતા.
વિજયભાઈએ
ત્યાંથી જતાં-જતાં એવી ધમકી આપી હતી કે, ‘તારા શેઠના ટેક્સટાઈલના કાપડના બાકી રૂપિયા
આપવા નથી અને હવે તું એકલો ગામમાં ભેગો થા તો તને જાનથી મારી નાખીશ.’ જે બાદ
રવિભાઈ
શેખડાએ જેતપુર સીટી પોલીસ મથકે પહોંચી સમગ્ર હકીકત જણાવી હતી. પોલીસે રવિભાઈની ફરિયાદના
આધારે વિજયભાઈ પાંભર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.