મોરબી, તા.3: વાંકાનેરમાં ઢુવા ઓવર બ્રિજ પાસેથી કારમાં દારૂની હેરાફેરી કરનાર બે ઇસમોને ઝડપી લઇને પોલીસે રૂ.1.54 લાખનો દારૂ, બે મોબાઇલ અને કાર સહિત 3.14 લાખનો મુદ્દામાલ કબજે લઇને ધોરણસરની કાર્યવાહી હાથ કરી છે.
વાંકાનેર
તાલુકા પોલીસ ટીમે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ઢુવા ઓવર બ્રિજ પાસેથી
એક કાર દારૂનો જથ્થો ભરી પસાર થવાની છે. જેથી ટીમે વોચ ગોઠવી હતી અને કારને આંતરી લઇને
તલાસી લેતા રૂ.1,54,000 ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપી વિપુલ
પ્રવીણ ચાવડા અને ગજાનંદ ભરત મહતોને ઝડપી લીધા
હતા.