તળાજા, તા.3: મહુવાનાં એક પરિવારને અકસ્માત નડયો છે. જેમાં એક નવ વર્ષના બાળકનું મૃત્યુ થયું છે જ્યારે સાત વ્યક્તિ ઘાયલ થતા મહુવા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
ભાવનગર
મહુવા સુધીના નેશનલ હાઈવે પર સૌથી વધુ રખડતા ખૂંટીયા, કૂતરાનો ત્રાસ છે. નેશનલ હાઈવે
ઓથોરિટીની બેદરકારીના કારણે અહીંથી ખુંટિયાઓને હટાવાતા નથી. જેને લઈ વર્ષ દરમિયાન અનેક
મુસાફરો મૃત્યુને ભેટે છે.
રાત્રીના
9.30 કલાકના સમયગાળામાં કારનો ખૂંટીયા સાથે ધારડી નજીક અકસ્માત થતા કારનો આગળના ભાગેથી
બુકડો થઈ ગયો હતો. 7 જેટલા ઈજાગ્રસ્તને સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જેમાં
ઉસ્માનગની એજાજભાઈ ઉ.વ.9ને તબીબે મૃત જાહેર કર્યા હતા.
અતિજા
એજાજભાઈ એદૃશી, એજાજભાઈ સાલેમિયા, બિલાલ એજાદબાપુ, નેમદ અલીભાઈ, અલીભાઈ અમીનભાઈ, સિકરા
અલીભાઈ બગોતને નાની મોટી ઈજાઓ થતા વધુ સારવાર માટે મહુવા લઈ જવામાં આવ્યા હતા.