• સોમવાર, 10 નવેમ્બર, 2025

બેંગ્કોકથી ફલાઇટમાં આવેલા 6 કિલો હાઇબ્રિડ ગાંજા સાથે બે શખસની ધરપકડ

અમદાવાદ, તા.3: અમદાવાદ શહેરના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ફરી એકવાર ગાંજાની હેરાફેરી કરતા બે શખસની ધરપકડ કરી લેવામાં આવી છે. જો કે, આ વખતે બેંગ્કોકથી ફલાઇટમાં 6 કિલો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો પોતાની સાથે લઇને આવી રહેલા બે મુસાફર એરપોર્ટ પર ફરજ બજાવતી તપાસ એજન્સીઓના સકંજામાં આવી ગયા હતા. ગાંજાની હેરાફેરી કરવાના બીજા કેસમાં પણ કસ્ટમ વિભાગે કેરિયરની ધરપકડ કરી તેઓની સામે પગલા લીધા છે.

બાતમીના આધારે અમદાવાદ એરપોર્ટ પર વોચ રાખવામાં આવી હતી. નિકલેશ પરસુરામ ગુરબાની નામના મુસાફરના સામાનની તલાસી લેતા બેગમાંથી ગાંજાના ચાર પેકેટ મળી આવ્યા હતા. જેનું કુલ વજન 4 કિલો 180 ગ્રામ થયું હતું. મહેશ હિન્દુજા નામના મુસાફરની તલાશી લેતા તેમના કબજામાંથી 2 કિલો 39 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.

જે બાદ બંને કેરિયરની તપાસ કરતા ગાંજાનો જથ્થો કબજામાં લેવામાં આવ્યો હતો. જેની બજાર કિંમત કુલ 6 કરોડની કિંમત થવા જાય છે. બન્ને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

2028 ઓલિમ્પિકમાં ભારત-પાકિસ્તાનની ટક્કર નહીં આઇસીસીના નવા ક્વોલીફિકેશન નિયમ જાણવા જેવા November 10, Mon, 2025