બોટાદ, તા.4: બોટાદ જીલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને એક વિશાળ સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ કરીને દેશના વિવિધ રાજ્યોમાં થયેલા રૂ.43.60 કરોડથી વધુના ઠગાઈના કેસમાં મોટી સફળતા મેળવી હતી.
આ કાર્યવાહી
પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર (ભાવનગર વિભાગ) અને પોલીસ અધિક્ષક ધમેન્દ્ર શર્મા (બોટાદ)ના
માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક મહર્ષી રાવલના નિર્દેશમાં
સાયબર ક્રાઇમ ટીમે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરી હતી સાયબર
ક્રાઇમ પોલીસ સ્ટેશન, બોટાદ ખાતે સાયબર ફ્રોડનો ગુનો નોંધાયો હતો. આરોપીઓએ લોકોને ‘ડી
બુલ’ જેવી એપ્લીકેશનો ડાઉનલોડ કરાવી, વિવિધ શેર માર્કેટ અને વોટ્સએપ ગ્રુપમાં એડ કરીને
ઇન્વેસ્ટમેન્ટના નામે ઠગાઈ કરી નાણા પોતાના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા. બાદમાં ચેક
મારફતે રોકડ ઉપાડી સગેવગે કર્યા હતા.આ ગુનામાં પકડાયેલ મુખ્ય આરોપી છે - અલીરજા શબ્બીરઅલી
માધવાણી હોવાનું સામે આવ્યુ હતું. તેના વિરૂદ્ધ વિવિધ ઠગાઈની ફરીયાદો નોંધાઈ છે, જેમાં
કુલ રૂ.1,30,96,998ની છેતરાપિંડી બહાર આવી છે. વધુ આરોપીઓની શોધખોળ ચાલુ છે. ત્યારે
આજે આરોપીને બોટાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેમાં આરોપીના 10 દિવસના રિમાન્ડ
માંગવામાં આવ્યા હતા. જ્યારે કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.