રાજકોટ, તા. 4:રાજકોટની ભાગોળે સ્થિત હીરાસર એરપોર્ટ ખાતે પેસેન્જરના બેગમાંથી સોનાના દાગીના સહિત રોકડ રૂપિયાની ચોરીની ઘટના બની છે. રૂ. 2.30 લાખની ચોરીના બનાવ બાદ એલસીબી ઝોન-1ની ટીમે એરપોર્ટના જ કર્મચારીની ધરપકડ કરી તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે.
પ્રાપ્ત
માહિતી મુજબ, રેસકોર્સ રિંગ રોડ ખાતે રહેતા અને આઇ.ઓ.સી.માં ડિવિઝનલ હેડ તરીકે નોકરી
કરતાં વિનિતભાઈ વિનોદભાઇ ખરેએ એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના
પત્ની તા. 12/10/2025ના રોજ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં રાજકોટથી મુંબઈ જવા નીકળ્યા હતા.
રાજકોટ એરપોર્ટ ખાતે સાંજે 4:30 વાગ્યા આસપાસ પહોંચી બેગ ચાકિંગ કરાવી એરઇન્ડિયાના
કન્વેયર બેલ્ટ પર રાખેલું હતું. મુંબઈ પહોંચી બેગ ચેક કરતાં સોનાના દાગીના સહિત રોકડ
રૂપિયા જોવા મળ્યા હતા નહીં. જેથી વિનિતભાઈએ આ બાબતેની ફરિયાદ ઓનલાઈન માધ્યમથી એરસેવા
પોર્ટલમાં નોંધાવી દીધી હતી. ફરિયાદના આધારે ઝોન-1ના ડીસીપી હેતલ પટેલે તપાસનો આદેશ
આપ્યો હતો. દરમિયાન એલસીબી ઝોન-1ની ટીમ પીએસઆઈ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ગુનેગારને
શોધવા માટે કાર્યરત હતી ત્યારે એરપોર્ટ ઓથોરીટીના જ કર્મચારી અને નાની મોલડીના રહેવાસી
જયરાજભાઈ કથુભાઈ ખાચરની યુક્તિ પ્રયુક્તિએ પૂછપરછ કરતાં સમગ્ર ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો
હતો. પોલીસે આ કેસમાં સોનાની બ્રેસલેટ, બુટ્ટી અને રોકડ સહિત કુલ રૂપિયા 2,30,000નો
મુદ્દામાલ રિકવર કર્યો