• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

ખંભાળિયા ટાઉનમાંથી બે કિશોરના અપહરણ કરનાર અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધાયો

જામખંભાળિયા, તા.5: પોલીસ દફતરેથી મળતી માહિતી મુજબ ખંભાળિયા ટાઉનમાં રેલવે સ્ટેશન અંડર બ્રિજની બાજુમાં રહેતા અને મૂળ જામનગરના હાપા ખારી વિસ્તારના રહીશ ફરિયાદી રાજેશભાઇ રતનભાઇ પરમાર નામના યુવાન પોતાના પરિવાર સાથે મજૂરી કામ કરવા ખંભાળિયા બે દિવસ પહેલા આવ્યા હતા. તેઓ રેલવે સ્ટેશનની બાજુમાં આવેલા અંડર બ્રિજ પાસેની ખુલ્લી જગ્યામાં રહેતા હતા. આજ રોજ સવારના તેઓ પરિવારના સભ્યો બજારમાં ઘર વખરીનો સામાન લેવા ગયા હતા. અને પરત આવી જોતા તેમના સગીરવયના દીકરા પ્રવીણ અને બબલુ જોવામાં ન આવતા રાજેશભાઇ તથા તેમના પત્નીએ રેલવે સ્ટેશનમાં તેમજ આજુ બાજુ રોડની સાઇડમાં તેમજ રેલવે પાટાની સામેની સાઇડમાં તપાસ કરતા ઉપરોક્ત બન્ને સગીરવયના બાળકો મળી આવ્યા ન હતા.

ફરિયાદી રાજેશભાઇનો સગીરવયના દીકરા પ્રવિણ વાને ઘઉં વર્ણ શરીરે પાતળા બાધાનો છે જેને કપાળના ભાગે જૂનું લાગેલાનું નિશાન છે તેમજ શરીરે કાળા કલરનું ટીશર્ટ તથા બ્લુ કલરનું જીન્સ પેન્ટ તથા નાના દીકરા બબલુ વાને ઘઉં વર્ણ તથા શરીરે મજબૂત બાંધાનો જેને શરીરે લાલ કલરનું ટીશર્ટ પહેર્યું હતું.

આ રાજેશભાઇના બન્ને સગીરવયના દીકરાઓને કોઇ અજાણ્યા ઇસમો લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ જતા આ સમગ્ર મામલે ખંભાળિયા પોલીસે ફરિયાદ પરથી અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તજવીજ હાથ કરી છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક