ભાવનગર, તા.5: સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાયા બાદ ભાવનગર પોલીસે આણંદના 3 આરોપીઓને ઝડપી પાડયા હતા. સોનામાં ઓનલાઈન ટ્રેડિંગ કરી નફાની લાલચ આપી લોકો સાથે ઠગાઈ કરતા હતા તેમજ 1,10,50,000 રૂપિયા અલગ અલગ બેંક એકાઉન્ટમાં મેળવ્યા હતા. આ કેસમાં પોલીસે આણંદના જાબીરહુસેન ઝાકીરહુસેન મલેક, સમીર મીયા ઉર્ફે અરમાન સીદિકમિયા મલેક, અફઝલ યાસીનમિયા વોહરાને ઝડપી પાડી કોર્ટમાં હાજર કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.