• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

મોરબી : ઓફિસમાં જુગાર રમતા 12 ઝડપાયા

જડતી દરમિયાન ઓફિસમાંથી વિદેશી દારૂની પાંચ બોટલ મળી : રૂા. બે લાખ રોકડા, 11 મોબાઈલ, કાર અને ત્રણ બાઈક મળી રૂ.10.38 લાખનો મુદ્દામાલ કબજે

મોરબી, તા.7: લાતીપ્લોટમાં આવેલી ઓફિસમાં ધમધમતા જુગારધામ પર દરોડો પાડી પોલીસે 2 લાખથી વધુની રોકડ, 11 મોબાઈલ, એક કાર અને ત્રણ બાઈક સહિત કુલ રૂ 10.38 લાખના મુદામાલ સાથે 12 શખસોને ઝડપી લીધા હતા તેમજ ઓફિસમાંથી દારૂની બોટલો મળી આવતા પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે

 મોરબી સીટી એ ડીવીઝન પોલીસની ટીમે પેટ્રાલિંગ દરમિયાન મોરબી રવાપર રોડ સોમનાથ સોસાયટીમાં રહેતા પ્રિયદર્શન પૂર્ણશંકરભાઈ ઠાકરની ઓફિસમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી ઓફિસમાં જુગાર રમતા પ્રિયદર્શન પૂર્ણશંકરભાઈ ઠાકર, ભાવેશ જેરામભાઈ અઘારા, સંજય લક્ષ્મીદાસ રોજીવાડિયા, દિલીપ રણછોડભાઈ દેત્રોજા, ફારૂક દાઉદ ચાનિયા, બલભદ્રાસિંહ ઉપેન્દ્રાસિંહ જાડેજા, અમિત ગુણવંતભાઈ ગૌસ્વામી, અકબર જુસબ કટિયા, સુભાન ઈકબાલ જેડા, જુસબ ગુલમામદ મોવર, પ્રાણજીવન સવજીભાઈ સંઘાણી અને ભરત તળશીભાઈ સાંદેશા એમ 12 જુગારીને ઝડપી લીધા હતા. સ્થળ પરથી પોલીસે રોકડ રૂ. 2,08,200 મોબાઈલ 11 નંગ કિંમત રૂ. 1,80,000 એક કાર અને ત્રણ બાઈક કીમત રૂ. 6,50,000 સહિત કુલ રૂ. 10,38,200નો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે તેમજ ઓફિસની ઝડતી દરમિયાન ભારતીય બનાવટની વિદેશી દારૂની સીલબંધ 2 બોટલ અને અર્ધ ભરેલ 3 બોટલ મળી આવતા કુલ પાંચ દારૂની બોટલ કીમત રૂ. 4600 નો મુદામાલ જપ્ત કરી પ્રોહીબીશન એક્ટ મુજબ અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક