તળાજા, તા.7: મહુવાની ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મહિલાએ તળાજાના દાઠા ગામના ઈસમ વિરૂદ્ધ સરકારી નોકરી અપાવવાના બહાને રોકડ રકમ લઈ જઈ છેતરપીંડી આચર્યાની ફરિયાદ નોંધાવી છે.
મળતી
વિગતો મુજબ મહુવાની તુલસી સોસાયટી ખાતે રહેતા આરતીબેન સંજયભાઈ ડોળાસિયાએ પોલીસને આપેલી
ફરિયાદ મુજબ પોતાની નાની બહેન સીમાબેન બન્ને બહેનોના લગ્ન ડોળાસીયા પરિવારના બે સગા
ભાઈઓ સાથે થયેલા છે. ફરિયાદી આરતીબેન હાલ મહુવાની ખાનગી હોસ્પિટલમાં સ્ટાફ નર્સિંગ
તરીકે ફરજ બજાવે છે. બન્ને બહેનોને દાઠા ગામના શૈલેષ વિનુભાઈ શિયાળ નામના ઈસમે સ્ટાફ
નર્સિંગમાં સરકારી નોકરીનું સેટિંગ થાય તેમ છે. સરકારી નોકરી મેળવવા માટે વ્યક્તિ દીઠ
10 લાખ થશે પરંતુ બન્ને બહેનોનું એકીસાથે કામ હોય 7-7 લાખ મળી 14 લાખ આપવાના રહેશે.
જેના ભાગરૂપે ઓરિજનલ ડોક્યુમેન્ટ અને રૂ.7,40,000/- રોકડા એડવાન્સ પેટે ગત તા.4/રના
રોજ આપ્યા હતા. બાદ સરકારી નોકરીના મેરિટમાં નામ ન આવતા રકમ પરત માગતા હોય આજ સુધી
તે રકમ પરત ન કરતા ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાવેલ છે.