• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

આમોદ પાસે અકસ્માતમાં બેનાં મૃત્યુ

વડોદરા, તા.8: મુંબઈ એક્સપ્રેસવે પર આમોદ નજીક માતર પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. વડોદરાથી ભરૂચ તરફ જતા ટ્રેક પર બનેલા આ અકસ્માતમાં બે લોકોના મૃત્યુ નિપજ્યા હતા. ટ્રેકટરનો ટ્રેલર સાથે અકસ્માત એટલો ભીષણ હતો કે ટ્રેલરના બે ટુકડા થઈ ગયા હતા. અથડામણના તીવ્ર ઝટકાથી ટ્રેકટર હાઈવેની પ્રોટેક્શન રેલીંગ તોડી રોડની નીચે ઉતરી ગયુ હતું. અકસ્માતમાં ર વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે અન્યોને ઈજા પહોંચી હતી.

ઘટના બાદ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને લઈને એક્સપ્રેસવે પર ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. ટ્રેકટર ટ્રેલરમાં શ્રમિકો બેસાડી એક્સપ્રેસ વે પર રસ્તાના સરફેસીંગના કામ માટે એક્સપ્રેસ વે પર હતું ત્યારે ટ્રેલર સાથે ભટકાતા આ દુર્ઘટના સર્જાઈ હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક