• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

જેતપુરમાં દારૂના ધંધાર્થીઓ અને અસામાજિક તત્વો સામે પોલીસની ધોંસ : 14 ઝડપાયા એક જ દિવસમાં દસ ગુના નોંધી આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું

જેતપુર, તા.8: જેતપુર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્દઢ બનાવવા અને અસામાજિક પ્રવૃત્તિઓને ડામી દેવા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું.

સિટી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટરના નેતૃત્વ હેઠય પોલીસની અલગ-અલગ ટીમો બનાવી શહેરમાં સ્પેશ્યલ પ્રોહિબિશન તથા રોમીયોગીરી ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ દરમિયાન, પોલીસે દારૂ પીને દંગલ મચાવનારા દારૂનું વેચાણ કરનારા બૂટલેગરો, રોમીયોગીરી કરનારા લુખ્ખા તત્વો તથા જાહેરમાં બખેડો કરી શાંતિ ડહોળનારા શખસો પર ધોંસ બોલાવી હતી.

શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોલીસે પેટ્રોલીંગ દરમિયાન કાયદાનું ઉલ્લંઘન કરતા કુલ 14 ઇસમોને દબોચી લીધા હતા અને તેમની વિરૂધ્ધ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં એક જ દિવસમાં 10 અલગ- અલગ ગુનાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા હતા.

પોલીસે દારૂનું વેચાણ કરતા 5ાંચ ઇસમોને ઝડપી પાડયા હતા, જેમાં ગોંદરા વિસ્તારનો રાજુભાઇ રાણાભાઇ પરમાર, દેરડીધારનો રાહુલ ઉર્ફે પાટીયો દેવાભાઇ પરમાર, જનતાનગરનો સાગરભાઇ અમરશીભાઇ પરમાર, જીવુબેન હરસુખભાઇ વાડદોરીયા અને ખીરસરા રોડની સોનલ ઉર્ફે મીનકી ચંદુભાઇ પરમારનો સમાવેશ થાય છે. જયારે જાહેરમાં દારૂ પીને ધમાલ મચાવનારા અમરનગર રોડના પરેશ કેશુભાઇ મોરબીયા તથા  જૂનાગઢથી આવેલા હીરેન પ્રવિણભાઇ ભુવા અને જૈનીશ નરેન્દ્રભાઇ દોંગા વિરૂધ્ધ કેસ કરવામાં આવ્યા છે.

પોલીસે રોમીયોગીરી કરતા બોખલા દરવાજાના કાસમભાઇ મુસાભાઇ કુરેશી વિરૂધ્ધ કાર્યવાહી કરી હતી તથા જાહેરમાં બખેડો કરી ટ્રાફિકને અડચણરૂપ બનનારા ગુજરાતીની વાડીના અમીત કિશોરભાઇ દેવાંતકા, ધોરાજી રોડના શાહિલ રહીમભાઇ બુધવાણી તેમજ ઉપલેટાના અરબાજ હુશેનમીયા બુખારી અને રીયાજ ઉર્ફે લાલો ઓસમાનભાઇ સુરૈયા વિરૂદ્ધ દાખલ કરાયા હતા. જ્યારે  ટ્રાફિકને અડચણરૂપ પાર્કિગ કરનાર કિશન ચંદુભાઇ પરાલીયા સામે પણ પોલીસે દંડનીય કાર્યવાહી કરી હતી. પોલીસની આ ઓચિંતી અને સઘન કાર્યવાહીને પગલે જેતપુર શહેરના અસામાજિક તત્વોમાં રીતસરનો ફફડાટ વ્યાપી જવા પામ્યો છે, જ્યારે સામાન્ય નાગરિકોએ પોલીસની આ કામગીરીને બિરદાવી રાહતનો શ્વાસ લીધો છે.

ઇ-પેપરના નવા શુલ્ક