• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

જેતપુરમાં મોબાઈલ ચોરી કરતા શખસને લોકોએ પકડી લમધાર્યો

ઘટનાનો વીડિયો વાયરલ : તસ્કરને પોલીસને સોંપ્યો

જેતપુર, તા.8: શહેરમાં રાત્રિના સમયે ચોરી કરવાના ઈરાદે આવેલા એક શખ્સને સરદાર ગાર્ડન બગીચા પાસે સ્થાનિક લોકોએ રંગેહાથ પકડી પાડયો હતો. લોકોએ તેને મેથીપાક ચખાડયો હતો બાદ તેને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.

મળતી વિગત મુજબ, સરદાર ગાર્ડન બગીચાની આસપાસના વિસ્તારમાં રાત્રે એક શખ્સ બગીચામાં બેઠેલા લોકોના મોબાઈલ ફોનની ચોરી કરવાના ઈરાદે ઘૂસ્યો હતો. આ શખ્સની શંકાસ્પદ હિલચાલ જોઈને આસપાસના જાગૃત નાગરિકોને તેનો પીછો કર્યો હતો અને તેને છટકવાનો મોકો આપે તે પહેલા જ ચારે તરફથી ઘેરી લીધો હતો. મોબાઈલ ચોરીના આરોપ સાથે પડકાયેલા આ શખ્સને લોકોએ પકડી પાડયા બાદ મેથીપાક આપ્યો હતો. જે બાદમાં સોશિયલ મીડિયાના માધ્યમથી વીડીયો વાયરલ થયો હતો. અંતે, સ્થાનિકોએ આ ચોરને જેતપુર પોલીસને સોંપ્યો હતો. પોલીસે આ મામલે ચોરીના પ્રયાસ સબબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક