બગસરા, તા.9: બગસરા તાલુકાના લુંધીયા ગામે ખુબ મોટી સંખ્યામાં મિટીંગ મળી હતી. જેમાં ગામની હદમાં રહી ત્રણ ગામના સીમાડામાં અસામાજીક પ્રવૃત્તિ ગેંગને પકડવા માટે પગલા લેવા માંગ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ થોડા દિવસો
પુર્વે બગસરા તાલુકાના લુંધીયા ગામે રહેતા ખેડૂત રમેશભાઈ નાથાભાઈ બાવીસીયા પોતાના ખેતરે
જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખસો દ્વારા તેના ખેતરમાં બકરા ચરાવવાના મુદે ઉગ્ર બોલાચાલી
બાદ જીગુડો દેવીપુજક અને બહાદુર દેવીપુજકે ખેડૂત પર કુહાડીના ઘા મારી હુમલો કર્યો હતો.
જો કે, સમયસર સારવાર મળી જતા ખેડૂત બચી ગયો હતો પરંતુ હુમલાખોરો દ્વારા અગાઉ અને ખેડૂતો
સાથે આવી માથાકુટો કરી હોય લુંધીયા ગામમાં ભાડેર તથા મોણવેલ ગામના લોકોની મળેલી એક
મીટીંગમાં નક્કી કરી બગસરા પોલીસને રજૂઆત કરવામાં આવી છે કે, સુરેન્દ્રનગર વિસ્તારમાંથી
આવી ત્રણ ગામને હેરાન કરતા આ ગેંગના સભ્યો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી સજા થાય તેવી
માંગ કરેલ છે.