અમદાવાદ, તા.10: ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)માં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલ આપઘાત કરી લીધા હોવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત
માહિતી અનુસાર, ગાંધીનગર એસઓજી ખાતે ફરજ બજાવતા નરેન્દ્રસિંહ ઈશ્વરસિંહ ચાવડાએ રવિવારે
મોડી રાત્રે માણસા તાલુકાના હરણા હોડા ગામમાં આવેલા પોતાના નિવાસસ્થાને ગળાફાંસો ખાઈને
જીવન ટૂંકાવ્યુ છે. નરેન્દ્રસિંહે આત્મહત્યા કરી લેતા બે દીકરી અને એક દીકરાએ પિતાની
છત્રછાયા ગુમાવી છે.
આ ચોંકાવનારી
ઘટના પાછળનું કારણ હજુ સુધી અકબંધ છે. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે તાત્કાલિક
સ્થળ પર પહોંચીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.