• બુધવાર, 12 નવેમ્બર, 2025

કોટડા સાંગાણી ગ્રામ પંચાયતના સરપંચ સામે હોદ્દાનો ગેરઉપયોગ કરી નાણા ઉચાપતની ફરિયાદ

ઉપસરપંચ તથા ઇન્ચાર્જ સરપંચ ધવલ વઘાસિયાએ ખોટા પૂર્ણતા પ્રમાણપત્ર રજૂ કરી રૂ.47,43,400ની ગેરરીતી આચરી

કોટડા સાંગાણી, તા.10 : કોટડાસાંગાણી ગ્રામ પંચાયતના સરપંચે હોદાનો ગેરઉપયોગ કરીને સરકારી નાણાની ઊંચાપત કરી અને રસ્તાના કામોમાં ગેરરીતિ કરી હોવાની તાલુકા વિકાસ અધિકારીએ ફરયાદ નોંધાવી છે.

મળતી માહિતી પ્રમાણે કોટડાસાંગાણી અને ગોંડલ એનસીપીના પૂર્વ ધારાસભ્ય ચંદુભાઈ વઘાસિયાના પુત્ર ધવલભાઈ વઘાસિયા સામે સરકારી કામગીરીમાં ગેરરીતિ અને પૈસાની ઉચાપત સહિતની અનેક ગેરરીતીઓ કરી હોય. તેની સામે તપાસ કરવામાં આવી હતી. જે તપાસના અહેવાલ પરથી એ સાબિત થાય છે કે  રસ્તા અને સરકારી નાણાની ઉચાપત કરવામાં આવી છે. અરજદાર મનોજભાઈ પ્રેમજીભાઈ દાફડા ઘણા સમયથી જે  ગેરરીતિની ફરીયાદો કરી રહ્યા હતા. જેના અનુસધાને તપાસ હાથ ધરાઇ હતી અને હવે જિલ્લા વિકાસ અધિકારીએ ગુનો દાખલ કરવાનો હુકમ કરતા તાલુકા વિકાસ અધિકારી રિદ્ધિબેન પટેલ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી હતી. આ અગાઉ સરપંચના ચાર્જમાં ધવલ વઘાસીયા હતા તે દરમિયાનમાં હોદ્દાનો દૂર ઉપયોગ કરીને ખોટા ઠરવ કરીને તેમજ રાષ્ટ્રીય પર્વની ઉજવણી મંડપના ખોટા બિલ બનાવીને નાણાંની ઉચાપત કરી હતી. આ ઉચાપતમાં ઘણા અધિકારીઓ પણ સામેલ હોવાની શકયતા સેવાઇ રહી છે. ત્યારે હવે આવા અધિકારીઓ સામે કેવા પગલા લેવામાં આવે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. લોટિયાથી કૂવા ભાડવા રોડ તરફ પાણીની પાઈપ લાઈન, કુમાર તાલુકા શાળાના કમ્પાઉન્ડ પેવર બ્લોક અને ઘમા સીસી રોડ સહિતના 11 કામમાં ખોટા પૂર્ણતા પ્રમાણપત્ર ગ્રામ પંચાયત ઉપસરપંચ તથા ઇન્ચાર્જ સરપંચ ધવલ ચંદુભાઈ વઘાસિયા દ્વારા રજૂ કરી ખોટું રેકોર્ડ ઊભું કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી રોકડ રકમ રૂ.47,43,400ની ગેરરીતિ કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક