• બુધવાર, 12 નવેમ્બર, 2025

ચિત્રાવડ ગીર ગામના આસી. લાઇનમેનનું સુત્રાપાડા ખાતે વીજ શોક લાગતા મૃત્યુ

પાંચ બહેને એકનો એક ભાઇ ગુમાવ્યો

સુત્રાપાડા/તાલાલા, તા.11: તાલાલા તાલુકાના ચિત્રાવડ ગીર ગામના આસિસ્ટન્ટ લાઇનમેન 33 વર્ષીય હસમુખભાઇ અરજણભાઇ ગોહેલને સુત્રાપાડા વિસ્તારમાં વીજ ફોલ્ટ મરામત દરમિયાન વીજ શોક લાગતા તેમનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું.

આ બનાવની વિગત એવી છે કે, સુત્રાપાડા વીજ કચેરીમાં આસીસ્ટન્ટ લાઇનમેન તરીકે ફરજ બજાવતા હરસુખભાઇ ગોહેલ વડોદરા એ.જી. ફીડરમાં ફોલ્ટ હોવાથી લાઇનમેન ભાવેશભાઇ મહેશભાઇ ત્રિવેદી સાથે વીજ ફોલ્ટની મરામત કરવા સુત્રાપાડાના નાગથણી વિસ્તારમાં ગયા હતા. વડોદરા એ.જી. ફીલ્ડરની લાઇન બંધ કરાવી ભુલથી બાજુમાં વાણીયાવાવ ફીડરની વીજ લાઇનના થાંભલા ઉપર હસમુખભાઇ ચડયા હતા. આ ફિડરમાં વીજ પ્રવાહ ચાલુ હતો. જેથી વીજ શોક લાગતા તેનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક