• બુધવાર, 12 નવેમ્બર, 2025

ઓનલાઇન ફ્રોડના ગુનામાં મહિલા સહિત બે જેલ હવાલે

પોરબંદરની મહિલા અને સાગરીતને અમદાવાદ પોલીસે ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા

પોરબંદર, તા.11: પોરબંદરના હીરલાબા જાડેજા સામે સાયબર ક્રાઇમનો અમદાવાદ પોલીસ મથકમાં ગુનો નોંધાતા તેમના સહિત બે શખસોની ધરપકડ કરીને ત્રણ દિવસના રીમાન્ડ ઉપર લેવામાં આવ્યા હતા.

ફરિયાદીનો વોટસએપના માધ્યમથી સંપર્ક કરી મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટ કલબ નામના અલગ- અલગ વોટસએપ ગ્રુપમાં એડ કરી ફરીયાદીને વોટસએપ કોલ પર મોતીલાલ ઓસ્વાલ કંપની તરફથી વાત કરે છે એ રીતે જણાવી અલગ- અલગ લીંક મોકલી એપ્લીકેશન ઓપન કરાવી જેના મારફતે શેર માર્કેટમાં અને આઇપીઓમાં રોકાણ કરાવી ઉંચુ વળતર મળશે તેવી લોભામણી લાલચ આપી ફરીયાદી પાસેથી જુદી- જુદી રકમ જુદા- જુદા બેન્ક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી કુલ રૂ.31,59,005ની છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાઇ હતી.

આ ગુન્હાની તપાસમાં આઇ.ડી.બી.આઇ. બેંકના ખાતામાં રૂ.50,000 તથા એકસીસ બેન્કના ખાતામાં 3,25,000 છેતરપીંડીના જમા થયેલા હતા. જે ખાતા ધારકની તપાસ કરતા ધારકે આરોપી હિરલબા ભુરાભાઇ મુંજાભાઇ જાડેજા (કડછ) (ઉ.વ.60) (રહે. સુરજ પેલેસ, ઝવેરી બંગલો, કાવેરી હોટલની બાજુમાં, પોરબંદર) તથા વોન્ટેડ આરોપી નૈતિક માવાણી (રહે. મુંબઇ) ને લસણ, ડુંગળી, તેલ, મગફળી, સોપારી વગેરેનો એકસપોર્ટ ઇમ્પોર્ટનો વ્યવસાય કરવાનું જણાવી જૂનાગઢ દોલતપરા જીઆઇડીસીમાં સાહેદના નામે ગોડાઉન ભાડે લેવડાવી વિઠ્ઠલ પલ્સ કોમોડીટી નામની પેઢી બનાવી જેમાં સહઆરોપી સચિન કનકરાય મહેતા (ઉ.વ.48) (રહે. સી-201, આદિનાથ જૈન સોસાયટી એવન્યુ, ડી.એસ.નગર, નર્સીગ લેન, એન.એલ. હાઇસ્કૂલ સામે મલાડ, વેસ્ટ મુંબઇની મદદગારી કરી હોય જે બંને આરોપીઓ અન્ય ગુન્હામાં ધરપકડ કરી હતી. બંનેને જેલમાંથી કબજો મેળવી બંને આરોપીઓને તા.7-11 ના રોજ આ ગુનામાં અટક કરી ત્રણ દિવસના રોજ રીમાન્ડ મેળવી સેન્ટ્રલ જેલ હવાલે કર્યા છે.

અમદાવાદના મેનપુર રોડ પર લેન્ડમાર્ક અભયરત્ન ફલેટની સામે રહેતા અને ચાંદખેડા હાઇવે મોલ ખાતે ડો. દિપક મિશ્રાના થેરાપી સેન્ટરમાં એકયુપ્રેશર થેરાપિસ્ટ કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા સુરજ નવનીતભાઇ પટેલ સાથે આરોપીઓએ શેર માર્કેટમાં ઉચુ વળતરની લાલચ આપી રૂ.31.59 લાખની છેતરપીંડી આચરી હોવાની અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.

ઉપરાંત હિરલબા જાડેજા અને સચિન કનકરાય મહેતા સામે ધાકધમકી, ખંડણી માંગવી અને સાયબર ફ્રોડના અનેક ગુના નોંધાયા છે. આરોપી મહિલા અને તેના સાગરીતોએ અનેક લોકોને શીશામાં ઉતાર્યા હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક