અમદાવાદ, તા.13 : એટીએસ દ્વારા ઝડપી લેવાયેલા ત્રણ આતંકવાદીઓની તપાસ ચાલુ છે ત્યારે જ દિલ્હીમાં કારમાં બ્લાસ્ટની ઘટના બની છે. ગાંધીનગરમાંથી ઝડપાયેલા આતંકીઓ છેલ્લા એક વર્ષથી એટીએસની રડારમાં હતા. આ આતંકીઓ મુદ્દે એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. આતંકીઓની પૂછપરછમાં તેઓ શું કરતા હતા અને શું કરવાના હતાં તે અંગે મોટા ખુલાસા સામે આવ્યા છે.
ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલો
આઝાદ સૈફી વર્ષ 2023થી જ રેડિકલ થયો હતો. તે સોશિયલ મીડિયા થકી અબુ સુફિયાન ઉર્ફે અબુ
તાલાના સંપર્કમાં આવ્યો હતો. આઝાદ મદરેસામાં ભણતો હતો ત્યારબાદ આતંકીઓના સંપર્કમાં
આવ્યો હતો. સૈફી સોશિયલ મીડિયા પર કટ્ટર લખાણ લખતો હતો. આતંકી આઝાદ રેડિકલ થયા બાદ
એક વર્ષ પહેલા કાશ્મીર ગયો હતો. તેણે આર્મીની મુવમેન્ટ અંગે માહિતી મેળવી હતી ત્યાર
બાદ તે પરત ફર્યો હતો.
ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા
ત્રણેય આતંકીઓ સોશિયલ મીડિયાથી પ્રભાવિત થયા હતાં. આતંકીઓ જે વિસ્તારમાંથી આવે છે ત્યાં
કટ્ટરવાદીઓનો પ્રભાવ છે. આતંકી અગાઉ પણ અમદાવાદની હોટેલ ગ્રાઉન્ડ એમ્બિયન્સમાં રોકાયો
હતો. અન્ય બે આતંકીઓ અમદાવાદમાં પહેલીવાર આવ્યા હતાં. ત્રણેય આતંકીઓની એટીએસ દ્વારા
સઘન પૂછપરછ હાથ ધરાઈ છે. આતંકીઓના મોબાઈલ ડેટાની રિકવરી બાદ વધુ ખુલાસા થશે.
પકડાયેલા ત્રણેય આતંકવાદીઓ વારંવાર
કાશ્મીરની મુલાકાતે ગયા હતા, તે અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. ડો.મોહિયુદ્દીને
દિલ્હીના આઝાદ મૈદાન અને નરોડા ફ્રૂટ બજારની મુલાકાત લીધી હોવાથી કાશ્મીરી સફરજનની
આડમાં દેશભરમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ મોકલવાની હતી કે કેમ, તે અંગે તપાસ ચાલી રહી છે.