• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

સાયલા-સુદામડા રોડ પર ટ્રક ચાલકે માસૂમ બાળકીનો જીવ લીધો

બલદાણા ગામના પાટિયા પાસે આઇશર અને ટ્રકનો અકસ્માત : 5ને ઈજા

સુરેન્દ્રનગર, તા.1 : લીંબડી રાજકોટ હાઇ વે અને સાયલા સુદામડા રોડ સહિત બે અકસ્માનની ઘટના ઘટી હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-સુદામડા રોડ પર આવેલા એક પેટ્રોલ પંપના ગ્રાઉન્ડમાં ટ્રક ચાલકે બાળકીને અડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે બલદાણા ગામના પાટિયા પાસે આઈશર અને ટ્રકનો અકસ્માત થતાં 5ને ઇજા થઈ હતી.

મળી વિગત પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-સુદામડા રોડ પર આવેલા એક પેટ્રોલ પંપના ગ્રાઉન્ડમાસાડા ત્રણ વર્ષની બાળકી આશાબેન કિશનભાઇ વાઘેલા (રહે. કેશવાળા, તા ગોંડલ) પરિવાર સાથે ઉભી હતી ત્યારે ટ્રક ચાલકે તેને અડફેટે લેતા ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. મૃતક બાળકી પોતાના પરિવાર સાથે સાયલા તાલુકામાં મારવાળા મેલડી માના દર્શન કરવા આવી હતી. અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. સાયલા પોલીસ સ્થળ પર પહોંચી બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુદામડાની સરકારી હોસ્પિટલમાં ખસેડયો હતો તેમજ લીંબડી-રાજકોટ હાઇ વે પર બલદાણા ગામનાં પાટિયા પાસે એક આઇશરમાં પંચર પડતા ચાલકે તેને રોડ પર ઊભું રાખી ચેક કરી રહ્યો હતો.

તે દરમિયાન, પૂરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે પાછળથી આઇશરને ટક્કર મારતા આઇશર રોડની સાઇડમાં આવેલા એક મકાનની દીવાલ સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં આઈશરમાં સવાર 25 વ્યક્તિઓ પૈકી 5 વ્યક્તિને ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આઇશરમાં સવાર આ તમામ લોકો અમદાવાદથી રાજકોટ બેન્ડ વગાડવા જઈ રહ્યા હતા. ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક જામ હળવો કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક