• રવિવાર, 08 ફેબ્રુઆરી, 2026

હળવદમાં તબીબ સાથે શેર માર્કેટમાં રોકાણના નામે છેતરપિંડી કરનાર વધુ એક ઝડપાયો

આરોપીને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે

મોરબી, તા.1: હળવદના ડોક્ટરને શેર માર્કેટમાં રોકાણ કરવાની લોભામણી લાલચ આપી રૂ 43.55 લાખનું રોકાણ કરાવી કુલ રૂ 48.14 બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હતું. જે બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસે તપાસ ચલાવતા ગેંગના ચાર ઇસમોને ઝડપી લીધા બાદ વધુ એક આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રિમાન્ડની માગણી સાથે રજૂ કરવામાં આવશે.

મળતી વિગત પ્રમાણે ગત તા. 18ના રોજ હળવદ સરા રોડ પર ઉમિયા પાર્ક સોસાયટીમાં રહેતા ચેતનકુમાર લાભુભાઈ જાકાસણિયા (ઉં.વ.39) વાળાએ આરોપીઓ ઈંશિક્ષફ યિમજ્ઞજ્ઞિદફ મો.નં. +91 8787684661, +91 9748628302 (2) દીપક મલ્હોત્રા મો.નં. +91 7326925766, +91 8951497418, +91 9889177598 (3) ગ્રુપ એડમીન (કસ્ટમર સર્વિસવાળા) રોહીત મો.નં. +91 7045765894 (4) વ્હોટ્સએપ ગ્રુપના ક્રીએટર મો.નં. +91 9115112381 વાળાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે ચારેય આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી પોતાનો સમાન ઈરાદો પાર પાડવાના હેતુથી ઢ96 જઈંઋ ઈઞજઝઘખઊછ જઊછટઈંઈઊ વ્હોટસએપ ગ્રુપ બનાવી તેમાં ડોક્ટરને એડ કર્યા હતા અને આરોપીઓ પૈકી દીપક મલ્હોત્રાએ જુદી જુદી લોભામણી સ્કીમ સમજાવી રોહિતાસિંઘ ગ્રુપ એડમિનને અલગ અલગ બેંક એકાઉન્ટ નંબર મોકલી તેમાં રૂ 43,55,000નું રોકાણ કરાવ્યું હતું અને ફરિયાદીએ પોતાની રકમ વિથડ્રો કરવાનું કહેતા સર્વિસ ટેક્સના રૂ 4,59,000 અલગ એકાઉન્ટમાં મેળવી કુલ રૂ 48,14,000ની રકમની ઠગાઈ કરી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમ પીઆઈના માર્ગદર્શન હેઠળ ટીમે તપાસ ચલાવી હતી. ટેકનીકલ માહિતી મેળવી જુદી જુદી ટીમો બનાવી સાયબર ફ્રોડ આચરનાર ગેન્ગના ચાર ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે. જે કેસમાં વધુ એક આરોપી રાજુ દેવાંગભાઈ નાદાણીયાને ઝડપી લીધો છે અને કોર્ટમાં રિમાન્ડની માગણી સાથે આરોપીઓને રજૂ કરવામાં આવશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક