અમરેલી, તા.8: અમરેલી જિલ્લા લાઠી તથા અમરેલી પંથકમાંથી અલગ અલગ બે બનાવમાં બે તરુણીના અપહરણ કરી લઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે બનાવ અંગે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે. પ્રથમ બનાવમાં મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ લાઠી તાલુકાના આસોદર ગામની સીમમાં રહેતી એક 17 વર્ષ સગીરાને ગત તા.3ના રોજ આસોદર ગામની સીમમાં વાડી પાસે રોડ ઉપરથી કોઈ અજાણ્યો ઈસમ કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયાની તરૂણીની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે બીજા બનાવમાં બગસરા તાલુકાના માવજીંજવા ગામના વતની અને હાલ રાજકોટમાં રહેતા ચિરાગ મનોજભાઈ જાદવ નામના આરોપીએ અમરેલીના એક ગામે રહેતી 16 વર્ષની સગીરાને ગત તા.4ના રોજ લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.