• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

રામગઢમાં યુવાન સાથે લગ્ન કર્યા બાદ રોકડ-દાગીના લઈ લૂંટેરી દુલ્હન ફરાર

યુવાને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકમાં યુવતી સહિત  છ શખસ સામે ફરિયાદ નોંધાવી

ધ્રાંગધ્રા, તા.8: ધ્રાંગધ્રાના રામગઢમાં રહેતા યુવાને વાઘોડીયાની યુવતી સાથે રૂપિયા બે લાખ આપીને લગ્ન કર્યા હતા લગ્નના ચાર દિવસ બાદ યુવતી તેને લગ્ન સમયે ચડાવેલા દાગીના, વધુ રૂ. 18 હજાર રોકડ રકમ લઈને ફરાર થઈ ગઈ હતી આ અંગે લૂંટેરી દુલ્હન સહિત કુલ 6 શખ્સો સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે છેતરાપિંડીની ફરિયાદ નોંધાઈ છે.

રામગઢ ગામે રહેતો 38 વર્ષનો અપરિણીત યુવાને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તે ખેતી કરે છે તેમના માતા-િપતા વયોવૃધ્ધ અને મોટાભાઈ દિવ્યાંગ હેવાથી તેમની સારસંભાળ રાખવા માટે કન્યા શોધતા હતા જેમાં દસાડાના દેગામ રહેતા ધનશ્યામભાઈને આ અંગે વાત કરી હતી. તા.19-7ના રોજ ઘનશ્યામભાઈએ વડોદરાના વાઘોડીયામાં કન્યા હોવાનું અને લગ્ન માટે 2 લાખ દેવાની વાત કરી હતી આથી યુવાન માતા-િપતા સહિત પરિવારજનો સાથે વાઘોડીયા ગયા હતા જયાં કિંજલ નામની છોકરી જોઈ હતી આ સમયે કિંજલની માતા અને પિતા વિનુભાઈ હાજર હતા અને કિંજલ પાસે ફક્ત આધારકાર્ડ જ હોય પાંચ દિવસ પછી કોર્ટ મેરેજ કરવાનું નક્કી કરી બન્નેએ ફુલહાર કર્યા હતા અને કિંજલને લઈને રામગઢ આવ્યા હતા અને કિંજલને સોના-ચાંદીના દાગીના ચડાવ્યા હતા લગ્નના 4 દિવસ બાદ વાઘોડીયાથી કિંજલના માતા-િપતા, ભાઈ ધર્મેશ અને માસીનો દિકરો રાજુ રામગઢ આવ્યા હતા અને માતાજીના નૈવેધ કરવાના હોવાથી 10 હજાર આપો તેમ કહી પૈસા લઈ કિંજલને લઈ વાઘોડીયા પરત ગયા હતા બાદમાં યુવાન ફોન કરે તો કિંજલ વાત કરવાનું ટાળતી હતી અને એકવાર પૈસાની જરૂર છે કહી રાજુભાઈના ખાતામાં ઓનલાઈન 8 હજાર મંગાવ્યા હતા. બાદ યુવાને ફોન કરતા કિંજલે કહ્યું કે, હવે હું પરત નહી આવું, તમારા રૂપિયા અને દાગીના ભુલી જજો. તમારા જેવા કેટલાયના આવી રીતે પૈસા પડાવી લીધા છે, મારા ઘરે આવીશ તો ટાંટીયા ભાંગી નાંખીશ તેવી ધમકી આપી હતી. આ અંગે યુવાને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે વાઘોડીયાની કિંજલ, તેના પિતા વિનુ, માતા, ભાઈ ધર્મેશ, માસીનો દિકરો રાજુ અને દેગામના ધનશ્યામભાઈ સામે છેતરાપિંડીની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ ડી.આર.મોડીયા ચલાવી રહ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક