બાયોડીઝલનો જથ્થો અને ઇલેકિટ્રક
મોટર
કબજે
જૂનાગઢ,
તા.9: માળિયા હાટીના તાલુકાના ગડોદર ધાર ખાતે ગેરકાયદે બાયો ડીઝલ વેચાણ પર સ્ટેટ મોનિટરીંગ
સેલે દરોડો પાડી રૂપિયા 1.22 લાખનું 1700 લીટર ડીઝલ સહિત કુલ રૂ.13.69 લાખના મુદ્દામાલ
સાથે પાંચ શખસોને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ય
વિગત પ્રમાણે ગડોદર ધાર ખાતે સૂર્ય વંદના એન્ટરપ્રાઇઝ નામનું બોર્ડ લટકાવી તેની આડમાં
ગેરકાયદે ડીઝલ વેચાણનો વેપલો ચાલતો હોવાની ચોક્કસ બાતમીના આધારે એસએમસીના પી.એસ.આઇ.
એસ.વી. ગળચર તથા સ્ટાફે દરોડો પાડયો હતો.
દરોડા
દરમિયાન આ પેઢીના સંચાલકો વાહનોમાં ડીઝલ ભરતા રંગે હાથ ઝડપાયા હતા. પોલીસે જમીનમાં
ગોઠવેલા ટાંકા, પંપ મશીન ઇલેકટ્રીક મોટર તથા 1700 લીટર બાયો ડીઝલ મળી કુલ રૂપિયા 13.69 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે
ગડોદરના દિલીપસિંહ નાજાભાઇ સિંધવ, માળિયાના કિશોર મોહન ભારતી, આંબેચાના થારણ જસાભાઇ
ભલગરીયા, ચિરોડાના પીયુ હરસુખ જાદવ અને કેશોદના
પ્રશાંત મેરૂ કાઠીની ધરપકડ કરી હતી પોલીસની પ્રાથમિક પૂછપરછમાં વડાલા ગામનો
વિક્રમ મૈયાભાઇ કાઠી સામેલ હોવાનું બહાર આવતા તમામ સામે માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા
પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.