અમરેલી, તા.10 : રાજકોટના સોની વેપારી સાથે રૂ.2.85 લાખની છેતરપિંડીના ગુનામાં ફરાર શખસને અમરેલી પેરોલ ફર્લે સ્ક્વોડની ટીમે રાજકોટ કાલાવડ રોડ પરથી ઝડપી લઈ અમરેલી સિટી પોલીસને સોંપ્યો હતો.
રાજકોટ ગામે રૈયા રોડ પર આવેલા
પાલ્મ યુનિવર્સ બિલ્ડિંગમાં આવેલા રૂમ નં.2-એ -701માં રહેતા અને સોની કામ કરતાં પીયૂષભાઇ
જમનાદાસ જગડા નામના સોનીએ આશરે એક માસ પહેલા ગોલ્ડ લોન છોડાવવાની જાહેરાત આપી હતી.
જેથી અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર આવેલા અમૃતનગર શેરી નં.3 માં રહેતા અને હાલ રાજકોટ,
કે.કે.વી. સર્કલ, જગન્નાથ ચોક મહાપૂજા, પીજી હોસ્ટેલમાં રહેતા આરોપી હિમાંશુ નિતેષભાઇ
પરમારે સંપર્ક કરી આરોપીએ ગોલ્ડ લોન પુનાવાલા ફીનકોર્પ બેન્કમાંથી છોડાવવા માટે પુનાવાલા
ફીનકોર્પ બેન્કના એકાઉન્ટમાં સોની વેપારી પાસેથી રૂપિયા 2,30,000 ટ્રાન્સફર કરાવી તેમજ
રૂપિયા 55,000 પોતાના ખાતામાં જમા કરાવી બેન્કમાં રહેલા ઘરેણા છોડાવવા જવાનું કહી બેન્ક
પાસે સોની વેપારીને ઉતારી પોતાનું આરોપી મોટર સાઇકલ લઈ રકમ રૂપિયા 2,85,000ની છેતરપીંડી
કરી ગુનો કરી આરોપી આજ દિન સુધી નાસતો ફરતો હતો.