• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

હળવદમાં ફરિયાદ પાછી ખેંચી લેવા બાબતે યુવકને ધમકી આપી ફાયરિંગ યુવાને હળવદ પોલીસ સ્ટેશનમાં બે શખ્સ સામે ફરિયાદ નોંધાવી

હળવદ, તા.10: હળવદમાં આવેલા ભવાની નગર વિસ્તારમાં મોડી રાત્રીના બાઈક પર આવેલા બે શખ્સોએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યાની ઘટના સામે આવી છે. બીજી તરફ બનાવના પગલે મોરબી એલસીબી તેમજ હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.

મળતી વિગતો મુજબ હળવદના ભવાનીનગર વિસ્તારમાં આવેલા પ્રધાનમંત્રી આવાસની બાજુમાં ટ્રાન્સપોર્ટર ફિરોજભાઈ સંધિની ગૌશાળા આવેલી છે અહીં રાતના સમયે બાઈક પર બે અજાણ્યા શખ્સો મોઢે રૂમાલ બાંધી આવ્યા હતા અને ગૌશાળામાં કામ કરતા વ્યક્તિને ધમકાવી કહ્યું કે, તારા ભુવાને કહી દેજે ફરિયાદ પાછી ખેંચી લે નહિતર આ વખતે તો દરવાજા પર ફાયરિંગ કરીએ છીએ ફરિયાદ પાછી નહીં ખેંચે તો છાપી પર ફાયરિંગ કરીશું કઈ એક રાઉન્ડ ફાયરીંગ કરી ફરાર થઈ ગયા હતા. બીજી તરફ બનાવને પગલે હળવદ પોલીસની સાથે મોરબી એલસીબી પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ફિરોજભાઈ સંધિએ દસ દિવસ પહેલા ધ્રાંગધ્રાના બે વ્યક્તિઓ વિરૂદ્ધ અશ્લીલ ફોટા વાઈરલ કરવાની ધમકી આપી અને રૂપિયા પાંચ લાખની માંગણી કરી જેને લીધે હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક