• સોમવાર, 18 મે, 2026

સુરતની SBI બેન્ક લૂંટ કેસના બે આરોપી ઉત્તરપ્રદેશથી ઝડપાયા આરોપીઓને ગોંડા કોર્ટ (યુપી)માં હાજર કર્યા બાદ સુરત લાવવાની તજવીજ

સુરત, તા. 4 : સુરતના ધમધમતા વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઈ (સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા)માં બંદૂકની અણીએ થયેલી રૂ. 50 લાખની લૂંટના ગુનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. જેમાં સઘન તપાસ અને ઇન્ટેલિજન્સના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉત્તરપ્રદેશના અયોધ્યા અને ગોંડા વિસ્તારમાંથી બે આરોપીઓની ધરપકડ કરી છે.

બનાવની વિગત એવી છે કે વરાછાના વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેન્કમાં ગત. 27 એપ્રિલની બપોરે પાંચથી છ જેટલા અજાણ્યા શખસો બેન્કમાં લૂંટના ઇરાદા હથિયાર લઈ ધસી આવ્યા હતા. લુટારુઓએ બેન્કમાં હાજર રહેલા કર્મચારીઓને બંધક બનાવી ડરાવી-ધમકાવીને રૂ. 50 લાખની રોકડ રકમની લૂંટ ચલાવી હતી. હથિયારોના જોરે લૂંટને અંજામ અપાયા બાદ આરોપીઓ બાઈકો લઈ ફરાર થઈ ગયા હતા. પોલીસ સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી સીસીટીવી ફૂટેજના આધારે લુટારુઓની ઓળખ કરવાની કવાયત હાથ ધરાઈ હતી પરંતુ લુટારુઓ હાથ લાગ્યા ન હતા. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસને એક પછી એક કડી મળતા આખરે ક્રાઈમ બ્રાંચની ટીમે ઉત્તરપ્રદેશમાં ધામા નાખાયા હતા. જ્યાં પોલીસે સઘન તપાસ કરી ઉત્ત્રપ્રદેશના અયોધ્યા અને ગોંડા વિસ્તારમાંથી બે આરોપી શુભમ કુમાર અજીત ઠાકુર અને વિકાસ સિંઘ અરુણ કુમાર સિંઘની ધરપકડ કરી છે. પકડાયેલા બન્ને આરોપીને કાયદેસરની પ્રક્રિયા અંતર્ગત ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવાના હેતુથી ગોંડા કોર્ટ(ઉત્તરપ્રદેશ)માં રજૂ કરી ચાર દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મળ્યા બાદ આરોપી ઓને સઘન પૂછપરછ અને વધુ તપાસ માટે સુરત લાવવાની આગળની તજ વીજ હાથ ધરવામાં આવશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક