• સોમવાર, 18 મે, 2026

જેતપુર : સગીરાની છેડતી કરનાર રોમિયોનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું

રાજકોટ,તા.4: જેતપુર શહેરમાં સગીર વયની દીકરીઓની છેડતી કરી રોમિયોગીરી કરતા લુખ્ખા તત્ત્વોને પાઠ ભણાવવા માટે સિટી પોલીસે લાલ આંખ કરી છે. એક સગીરાની છેડતીની ઘટના સામે આવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની અટકાયત કરી હતી. દીકરીઓ અને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને અસામાજિક તત્ત્વોમાં કાયદાનો ડર બેસે તે હેતુથી પોલીસે આરોપી વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધી કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.  પોલીસે આ મામલે આરોપી હરેશ અભિમન્યુ બાઈતને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી, જે વિસ્તારમાં તેણે હલકી હરકત કરી હતી ત્યાં તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક