ઉપલેટા, તા.5 : ઉપલેટા ખંડણી માંગવાના કેશમાં ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ ઇલેશ જે. વોરા અને જસ્ટિસ આર. ટી. વચ્છાણીએ એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં ભ્રષ્ટાચાર અને કૌભાંડો ઉજાગર કરનાર પત્રકાર આશિષ લાલકિયા સામેનો ‘પાસા’ હેઠળનો અટકાયત આદેશ રદબાતલ ઠેરવ્યો છે. સરકારી નાણાંનો દુરુપયોગ રોકવા અને સત્ય હકીકતો લોકો સમક્ષ લાવવા બદલ તેમને જેલમાં ધકેલી દેવાયા હતા પરંતુ અદાલતના આ આદેશથી હવે તેમનો છૂટકારો થયો છે અને ષડયંત્રકારીઓને મોટો ઝટકો લાગ્યો છે.
અગાઉ
ખંડણીની ખોટી ફરિયાદમાં ઉપલેટા કોર્ટમાંથી જામીન મળ્યા બાદ, હવે હાઇ કોર્ટ દ્વારા પાસા
રદ થતા ભ્રષ્ટાચારીઓનો ‘કાઉન્ટર બ્લાસ્ટ’ નિષ્ફળ સાબિત થયો છે. આશિષ લાલકિયાએ જેલમુક્ત
થયા બાદ ‘સત્ય પરેશાન છે પણ પરાજિત નથી‘ તેમ જણાવી ન્યાયતંત્ર પર વિશ્વાસ વ્યક્ત કર્યો
છે. હવે આ મામલે ખોટી કાર્યવાહી કરાવનારા તત્વો સામે આગામી સમયમાં કાનૂની લડત શરૂ થવાની
ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.