પરિસ્થિતિ
તંગ બનતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
ભાવનગર,
તા.6: ભાવનગરના સરદારનગર 50 વારિયા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક વિધર્મી શખસ દ્વારા
યુવતીની છેડતી કરવામાં આવતા મામલો ગરમાયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં હોબાળો
મચી ગયો હતો અને પરિસ્થિતિ તંગ બનતા શહેરના તમામ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી
ગયો હતો.
સરદારનગર
વિસ્તારમાં રહેતી એક સગીર યુવતીને તે જ વિસ્તારનો એક વિધર્મી સગીર શખસ અવારનવાર પરેશાન કરતો હતો. દરમિયાન ગત રાત્રિના
સમયે જ્યારે આ શખસે ફરી યુવતીની છેડતી કરી ત્યારે યુવતીએ તેના પરિવારજનોને આ અંગે જાણ
કરી હતી. આ વાતની જાણ આસપાસના લોકોને થતા જ લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને વાતાવરણ
તંગ બની ગયું હતું. સગીર-સગીરાને ઈન્સ્ટાગ્રામમાં મિત્રતા થઈ હતી. બનાવની ગંભીરતા જોતા
સ્થાનિક લોકો અને હિન્દુ સંગઠનોના આગેવાનો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને એકઠા થયા હતા
અને આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. લોકોમાં ભારે રોષ જોવા મળ્યો
હતો. જેને કાબૂમાં લેવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર તૈનાત કરી દેવામાં
આવ્યો હતો.પોલીસ દ્વારા છેડતી કરનાર શખસ સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા માટેના ચક્રો
ગતિમાન કર્યા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી
દીધો હતો અને વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે સતત પેટ્રાલિંગ કરવામાં આવ્યું હતું.