• સોમવાર, 18 મે, 2026

માધવપુરમાં એસિડ પી યુવાનનો આપઘાત

પોરબંદર, તા.6: માધવપુર ગામે ફર્ન હોટલ પાછળ ગણેશઝારા વિસ્તારમાં રહેતા રવજીભાઇ ઉર્ફે લવજીભાઇ પરમાર દ્વારા માધવપુર પોલીસ મથકમાં વિગતો જાહેર કરવામાં આવી છે કે, તેનો પુત્ર અજય રવજીભાઇ ઉર્ફે લવજીભાઇ પરમાર (ઉં.વ.32) માધવપુરની ચોપાટી પર શંખ વહેચીને પરિવારનું ભરણપોષણ કરતો હતો. શંખનો ધંધો વ્યવસ્થિત ચાલતો ન હતો તેથી તેના ટેન્શનમાં તા.2 ના અજયે એસીડ પી લીધું હતું અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે. આગળની તપાસ માધવપુર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક