તસ્કરો સોના-ચાંદીના દાગીના, રોકડ, વાસણો સહિત સિંગતેલ પણ ચોરી ગયા
અમરેલી,
તા.23: ખાંભા તાલુકાના રબારીકા ગામે એક સાથે ચાર-ચાર રહેણાક મકાનમાં તસ્કરોએ ત્રાટકી
સોના-ચાંદીના દાગીના, રોકડ સહિત કુલ રૂ.5,04, 400નો મુદામાલ ચોરી કરી લઇ ગયાની પોલીસમાં
ફરિયાદ નોંધાઈ છે. તસ્કરો મકાનમાંથી દાગીના, રોકડ સહિત સિંગતેલ અને વાસણો પણ ઉઠાવી
ગયા હતા.
ગીરગઢડા
તાલુકાના દુધાળા ગામના વતની અને હાલ રબારીકા પાણીના ટાંકાની બાજુમાં મોલી ગામ તરફના
રસ્તે હમીરભાઇ જીવાભાઇ પરમારના બંધ મકાનમાં તસ્કરોએ ગત તા.13 થી તા.22ના કોઇપણ સમયે
મકાનમાં પ્રવેશ કરી તિજોરી, પટારાના તાળા તોળી સોના-ચાંદીના દાગીના, પીતળ-કાંસાના વાસણો
સિંગતેલ ચોરી ગયા હતા જ્યારે વલકુભાઇ પરમારના મકાનમાંથી સોના-ચાંદીના દાગીના, નાજાભાઇ
પરમારના મકાનમાંથી રોકડ સહિત દાગીના તથા મહેશભાઇ પરમારના મકાનમાંથી કાંસા-પિત્તળના
વાસણો અને રોકડા રૂ.1,00,000 મળી કુલ રૂ.5,04,400 તસ્કરો ચોરી કરી લઇ ગયાની પોલીસમાં
ફરિયાદ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે ડોગ સ્ક્વોર્ડ તથા ફિંગરપ્રિન્ટ નિષ્ણાતની
મદદ લઈ ચોરીનો ભેદ ઉકેલવા માટે કાર્યવાહી હાથ ધરી છે.