• ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

ભીલોડાના ધારાસભ્યની લૂંટ પ્રકરણમાં સાબરકાંઠા પોલીસ પણ જોડાઈ

મોડાસા, તા.16: ભીલોડાના ભાજપના ધારાસભ્ય પી.સી. બરંડાનાં વાંકટીંબા ગામે આવેલાં મકાને બે બુકાનીધારી લુટારુ ત્રાટક્યા હતા અને ધારાસભ્યની પત્નીને બંધક બનાવી રૂ.9 લાખની કિંમતના સોનાના દાગીના અને રૂ.40 હજારની રોકડ મળી રૂ.9.40 લાખની મતાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

આ અંગે પોલીસે અજાણ્યા લુટારુઓ સામે ગુનો નોંધ્યો હતો. આ બનાવમાં એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સ્ક્વોડ, શામળાજી, ઈસરી અને ભીલોડા પોલીસનો સ્ટાફ તપાસમાં જોડાયો હતે તેમજ ગંભીર ગુનાનો ભેદ ઉકેલવા સાબરકાંઠા પોલીસે પણ તપાસમાં ઝૂકાવ્યું હતું. પોલીસે બનાવ સ્થળ આસપાસ સહિતના સીસીટીવી કેમેરાના આધારે પણ લુટારુઓના સગડ મેળવવા દોડધામ શરૂ કરી હતી.