ખંભાળિયા, તા.17 : ભાણવડ પંથકમાં રહેતા પરિવારની સગીરવયની પુત્રીનું કારુ રાયમલ પરમાર નામનો શખસ અપહરણ કરી નાસી છૂટયો હતો અને કારુ રાયમલ પરમારની માતા હીરુબેન રાયમલ પરમારે અપહરણમાં મદદગારી કરી હતી અને સગીરાને વેચી નાખ્યાની શંકા વ્યક્ત કરવામાં આવતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો.
આ બનાવ અગે પોલીસે તપાસ હાથ ધરી હતી અને સગીરા તથા કારુ રાયમલ પરમાર કાલાવડના ધુતારપર ગામે જમન સોમા મકવાણાને ત્યાં હોવાનું ખુલ્યું હતું અને પોલીસે આ અંગે ગુનો નોંધ્યો હતો અને કારુ રાયમલ પરમાર, હીરુબેન રાયમલ અને ગોઈજના પરેશ માંડણ મકવાણાને ઝડપી લીધા હતા. પરેશ માંડણ મકવાણાએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યાનું ખુલ્યું હતું.
દરમિયાન આ અંગેનો કેસ ચાલી જતા કોર્ટે પરેશ માડણ મકવાણાને તકસીરવાન ઠરાવી 10 વર્ષની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.તેમજ હીરુબેન રાયમલ પરમારને ત્રણ વર્ષની અને કારુ રાયમલ પરમારને પ વર્ષની સજા ફટકારતો હુકમો કર્યો હતો.