• મંગળવાર, 23 એપ્રિલ, 2024

સુરતના સલાબતપુરામાં કાપડના વેપારી સાથે રૂ. 68.13 લાખની છેતરાપિંડી

સુરતના વેપારી પાસેથી કાપડનો જથ્થો મલેશિયા મગાવી પેમેન્ટ નહી કરી મારી નાખવાની ધમકી આપી

સુરત, તા.6: શહેરના સલાબતપુરા વિસ્તારમાં રહેતા કાપડ વેપારી પાસેથી રાંદેર ગામના અબ્દુલ કાદીરખાન પરિવારે કુલ રૂપિયા 68.13 લાખનો કાપડનો માલ મલેશિયા મગાવ્યા બાદ પેમેન્ટ નહીં આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સલાબતપુરા વિસ્તારમાં રહેતા અને સાંઈ શ્રદ્ધા પેઢીનાં નામે કાપડનો વેપાર કરતા રાજેશભાઈ કિરીટભાઈ રોટલીવાલાએ ગતરોજ રાંદેરગામ પાસે રહેતા અબ્દુલ કાદીરખાન બશીરખાન, તેની પત્ની હિરલ અબ્દુલ અને તેના પિતા બશીરખાન સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, તેની આરોપી અને તેની પત્ની હિરલ અબ્દુલ સાથે અભ્યાસ કરતા હોવાથી સારા સંબંધો હતા. હિરલનો પતિ અબ્દુલ સન 2018માં હીરાનો ધંધો કરતો હતો. ત્યારબાદ અબ્દુલે મલેશિયામાં શબાન વર્લ્ડ વાઇડ, એસબીએનબીએચડી નામની કંપની શરૂ કરી કાપડનો ધંધો શરૂ કર્યો હતો અને ફર્મના કર્તાહર્તા તેનાં પત્ની અને પિતા છે. આરોપીઓએ રાજેશભાઈને મલેશિયામાં આપણા ઇન્ડિયાનાં કાપડની ખૂબ જ માગ છે. જો તમે અમારી સાથે કાપડનો ધંધો કરશો તો અમે 180 દિવસમાં ધારા ધોરણ મુજબ પેમેન્ટ કરી દઈશું અને અમારી સાથે ધંધો કરશે તો આર્થિક લાભ પણ થશે તેવી લોભામણી વાતો કરી ગત તા.23ઓ ઓગસ્ટ, 2019થી 18 માર્ચ, 2020 સુધીમાં કુલ રૂપિયા 68,13,167નો કાપડનો માલ મલેશિયાના કંપનીમાં મગાવ્યો હતો. ત્યારબાદ નક્કી કરેલી મર્યાદામાં પેમેન્ટ નહીં આવતા રાજેશભાઈએ ઉઘરાણી માટે ફોન કરતા પેમેન્ટ નહીં આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.  

 

ઇ-પેપરના નવા શુલ્ક