• બુધવાર, 24 એપ્રિલ, 2024

જૂનાગઢના વિપ્ર યુવાને નાણાની લાલચમાં રૂ.બે લાખ ગુમાવ્યા

જૂનાગઢ, તા. 6: જૂનાગઢના એક વિપ્ર યુવાને પોતાના પિતાના સી.પી.એફ.ના નાણાની લાલચમાં અજાણ્યા શખસોએ ફસાવી બેંક ખાતાની વિગતો મેળવી ઓનલાઈન રૂ.બે લાખ ટ્રાન્સફર કરી છેતરપિંડી કર્યાની સાયબર સેલમાં ફરિયાદ નોંધાય છે.  આ અંગેની વિગત પ્રમાણે અહીંના માંગનાથ વિસ્તારમાં રહેતા અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા કીર્તન જતીન ત્રિવેદીના પિતા જિ.પંચાયતમાંથી નિવૃત્ત થયા બાદ બે વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા. તેવામાં કોઈ અજાણ્યા શખસે કીર્તનને ફોન કરી પોતે આઈજી.એમ.એસ.વિભાગના અધિકારીની ઓળખ આપી તમારા પિતાના સી.પી.એફ.ફંડમાં રૂ.અઢી લાખ પડયા છે.

આ નાણા જોઈતા હોય તો પોતે કહે તે રીતે પ્રોસેસ કરવાનું કહેતા વિપ્ર યુવાન પ્રલોભનમાં આવી પોતાના બેંક ખાતાની વિગતો આપતા અજાણ્યા શખસે યુવાના બેંક ખાતામાંથી રૂ.2,01,077 ઓનલાઈન ટ્રાન્સફર કરી છેતરપિંડી અને વિશ્વાસધાત કર્યાની ફરિયાદ નોંધાવી છે.

તમંચા સાથે ઝડપાયો

જૂનાગઢ : જૂનાગઢના દોલતપરાના 66 કે.વી.પાછળ શ્રમજીવી સોસાયટીમાં રહેતા સલીમ ઈકબાલ શેખ ઉ.22 નામના શખસને બાતમીના આધારે ‘એ’ ડિવિઝન પોલીસે ઈગલ મંદિર નજીકથી દેશી બનાવટનો તમંચો તથા 4 કાર્ટીઝ મળી કુલ રૂ.5400ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક