• ગુરુવાર, 18 એપ્રિલ, 2024

રાજકોટના ચાંદીના વેપારી સાથે $ 26.40 લાખની ઠગાઇ અલ્હાબાદના બે શખસે $ 39.40 લાખનો માલ મગાવીને $ 13 લાખ આપીને હાથ ઉંચા કરી દીધા

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ, તા. 8: અહીંના સંતકબીર રોડ પર ગોવિંદ બાગ શાક માર્કેટ પાસે એમ.એસ.કે. જ્વેલર્સ આર્ટ નામે ચાંદીનો ધંધો કરતાં  કિશોરભાઇ મેઘજીભાઇ કેરાળિયા સાથે રૂ. 26.40 લાખની છેતરપિંડી કરવા અંગે ઉત્તરપ્રદેશના અલ્હાબાદમાં દેવાંસ જ્વેલર્સના નામે ધંધો કરતાં  અનુપ વર્મા અને અરવિંદ વર્મા સામે ફરિયાદ થઇ છે.

આ અંગે કિશોરભાઇ કેરાળિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેઓ દોઢેક વર્ષ પહેલા નવેમ્બર 21માં બનારસ/ અલ્હાબાદમાં યોજાયેલા ચાંદીના દાગીનાના  એકિઝબીશનમાં ગયા હતાં. ત્યારે અલ્હાબાદમાં દેવાંસ જ્વેલર્સના નામે ધંધો કરતાં અનુપ વર્મા અને અરવિંદ વર્મા સાથે ઓળખાણ થઇ હતી.એ બન્નેને ચાંદીના દાગીનાના સેમ્પલ બતાવ્યા હતાં. બાદમાં તા.11-11-21ના રોજ દિવાળી પર અનુપ વર્મા તેની સંતકબીર રોડ પર ક્રિષ્ના પેલેસમાં આવેલી એમ.એસ.કે. જ્વેલર્સ પેઢી પર આવ્યા હતાં અને રૂ. 39.40 લાખનો 99.012 ગ્રામ જેટલો ચાંદીનો 60 ટચનો માલ લઇ ગયા હતાં અને 30 દિવસમાં પેમેન્ટ કરી આપવાનું વચન આપ્યું હતું. એ પછી અનુપ અને અરવિંદ વર્માએ કટકે કટકે રૂ. 13 લાખ ચુકવ્યા હતાં. બાકીના રૂ. 26.40 લાખ આપ્યા ન હતાં. આ અંગે અવારનવાર ઉઘરાણી કરી હતી. પરંતુ વર્મા બંધુએ હાથ ઉંચા કરી દીધા હતાં. આ રીતે છેતરપિંડી કરી હતી.આ ફરિયાદ અંગે પીએસઆઇ પી.બી. ત્રાજીયાએ તપાસ હાથ ધરી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક