• મંગળવાર, 28 નવેમ્બર, 2023

કોઠા પીપળિયા ગામ પાસે યુવાનનો કાન કાપી પથ્થરથી હુમલો બે અજાણ્યા હુમલાખોરોની શોધખોળ

રાજકોટ, તા.19 : મૂળ એમપી રાજ્યના અને હાલમાં લોધિકાના કોઠા પીપળિયા ગામે ભીખુભાઈ ગોગનભાઈ પટેલની વાડીએ રહેતા અને ખેતમજૂરી કામકરતા રેવસીંગ એસ્તાભાઈ આંબલિયાર નામના યુવાનનો માનસિક અસિથરભાઈ બદનસીંગ કોઠા પીપળિયા ગામ પાસે નદીના પુલ નજીક હતો ત્યારે બે અજાણ્યા શખસોએ બદનસીંગ પર હુમલો કર્યો હતો અને એક કાન 

કાપી નાખી પથ્થરથી હુમલો કરી નાસી છૂટયા હતા.

આ અંગેની જાણ થતા રેવસીંગ સહિતના પરિવારજનો દોડી ગયા હતા અને હોસ્પિટલમાં ખસેડયો હતો. આ મામલે પોલીસે હાથ ધરેલી તપાસમાં બદનસીંગ નદીના પુલ પાસે હતો ત્યારે બે અજાણ્યા શખસોએ ઝઘડો કરી બદનસીંગનો છરીથી એક કાન કાપી નાખ્યો હતો અને બાદમાં પથ્થરથી હુમલો કરી નાસી છૂટયા હતા. ઈજાગ્રસ્ત બદનસીંગ સાતભાઈ અને છ બહેનમાં નાનો છે અને બદનસીંગ દસેક દિવસથી તેના કૌટુંબિક બનેવી કરણસીંગને ત્યાં રહેતો હતો.

આ બનાવ અંગે પોલીસે રેવસીંગ આંબલિયારની ફરિયાદ પરથી બે અજાણ્યા શખસ સામે ખૂની હુમલાનો ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

 

Sports

ભારતનું લક્ષ્ય શ્રેણી કબજે કરવી: આજે ત્રીજો T-20 પ્રવાસી ટીમ ઓસ્ટ્રેલિયા પર શ્રેણી જીવંત રાખવાનું દબાણ November 28, Tue, 2023