• ગુરુવાર, 07 નવેમ્બર, 2024

અમદાવાદમાં અંબિકા ક્રેકર્સ પર આઈટીના દરોડા યથાવત્ રોકડ-જ્વેલરી જપ્ત, કરોડોનો બેનામી સ્ટોક મળ્યો

અમદાવાદ, તા. 20: દિવાળી પૂર્વે અમદાવાદમાં અંબિકા ક્રેકર્સને ત્યાં આઇટીના દરોડા પડ્યા હતા તેની કાર્યવાહી હજુ પણ ચાલુ છે. વધુ રોકડ અને જ્વેલરી જપ્ત કરાઈ તો સામે કરોડો રૂપિયાનો બિનહિસાબી સ્ટોક મળ્યો હોવાનું પણ સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ હોલસેલરો પાસેથી ફટાકડાનું પેમેન્ટ એડવાન્સમાં લેવાતુ હતું. આ સાથે આઇટી રિટર્નમાં સાચી આવક બતાવવામાં આવતી ન હોવાનું પણ ખૂલ્યું છે. 

નોંધનીય છે કે અત્યાર સુધીની કાર્યવાહીમાં 7      કરોડ રોકડા અને કરોડોના દાગીના મળી આવ્યા છે. આ તરફ હવે આઇટીની ટીમને અમદાવાદ અને ગુજરાતના અન્ય વેપારીઓ સાથે અંબિકા ફટાકડાના માલિકે કરેલા વ્યવહારોની વિગતો પણ મળી છે. આઈટીની ટીમે બેંક લોકર અને એકાઉન્ટ પણ સીઝ કર્યા હોવાનું સામે આવ્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક