• મંગળવાર, 23 એપ્રિલ, 2024

પોરબંદર સાંકળ ચોરીમાં ભંગારના ડેલાવાળા સહિત બેની ધરપકડ  

હિંડોળો નીચે ઉતારી પીત્તળની સાંકળની કરી’તી ચોરી

 

પોરબંદર, તા.31:  પોરબંદર જિલ્લા કલેકટરના બંગલા પાસે 38,371 રૂપિયાની પિતળની ધાતુની સાંકળ અને હુંક ચોરાયાની યુવાને નોંધાવી હતી પોલીસ ફરિયાદ: ચોરી કરનાર શખસે જેને માલ વહેંચવા આપ્યો હતો તે યુવાન અને ભંગારના ડેલાવાળાની થઇ ધરપકડ.  સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ પોલીસ સ્ટેશન બહાર કમલાબાગ પોલીસ ત્રાટકી

પોરબંદરમાં હિંડોળાની સાંકળની ચોરીનો ગુનો નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક તપાસનો દોર શરૂ કરી દીધો હતો જેમાં પોરબંદરની એચ.એમ.પી. કોલોનીમાં આવેલ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ પોલીસ સ્ટેશન બહારના નજીકના વિસ્તારમાં મુળ રાજસ્થાનનો તથા હાલ ચોપાટીની ફુટપાથ ઉપર રહેતો મંગલસિંહ બીરસિંગ વડીયારા  (ઉ.વ.29) નામનો યુવાન આ ચોરેલી સાંકળ બોખીરામાં વાછરાડાડાના મંદિર પાછળ રહેતા અને ભંગારનો ડેલો ધરાવતા રાજુ ગોરધન પરમારને વહેંચવા માટે આવ્યો હતો અને આ બંને શખસો વચ્ચે સાંકળનો સોદો થતો હતો ત્યારે જ કમલાબાગ પોલીસ મથકની ટીમ ત્રાટકી હતી અને મંગલસિંહ તથા રાજુ એમ બંનેને પકડી પાડયા હતા અને આકરી પૂછપરછ કરતા મંગલસિંહે એવુ કબુલ્યુ હતું કે, મુળ રાજસ્થાનનો તથા હાલ ચોપાટી નજીક ફુટપાથ પર રહેતો નવઘણ ગોરધન મુંદરીયા નામનો યુવાન આ હિંડોળાની સાંકળ ચોરીને લાવ્યો હતો અને આ ચોરીનો મુદામાલ નવઘણે મંગલસિંહને વહેંચવા માટે આપ્યો હતો તેથી કમલાબાગ પોલીસ દ્વારા આ નવઘણ મુંદરીયાની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક