• મંગળવાર, 23 એપ્રિલ, 2024

રાજકોટ - જૂનાગઢ જિલ્લામાં બાઇક ચોરી કરતી બેલડી ઝડપાઈ : 17 બાઇક કબજે સડક પીપળિયા અને ગુંદાસરાના તસ્કરની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાન્ચ

રાજકોટ, તા. 2 (ફૂલછાબ ન્યૂઝ) :  રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની સૂચના અને ડીસીપી ક્રાઇમના માર્ગદર્શન હેઠળ એસીપી બી બી બસિયાની રાહબરીમાં ડીસીબી પી. આઇ. ગોંડલિયા અને ટીમે ચોક્કસ હકીકતના આધારે તસ્કર બેલડીને ઝડપી લેતા રાજકોટ અને જૂનાગઢ જિલ્લાની 17 બાઇક ચોરીના ભેદ ઉકેલાયા હતા

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એ. એન. પરમાર અને ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે ટેકનિકલ સોર્સની મદદથી મુકેશ લાભુભાઈ મારડિયા (ઉં.વ 40) રહે. સડક પીપળિયા અને આશિષ વલ્લભભાઈ કાપડી (ઉં.વ.34) રહે. ગુંદાસરાવાળાને ઝડપી

લીધા હતા

ઝડપાયેલા બન્ને રીઢા શખસોની પૂછપરછ હાથ ધરતા બન્નેએ રાજકોટ શહેર ગોંડલ અને જૂનાગઢ જિલ્લામાંથી 17 જેટલા બાઈક ચોરી કર્યાની કબૂલાત આપતા ચોરીના બાઈક કિંમત રૂપિયા 6,75,000ના કબજે કરી બન્નેની ધરપકડ કરી હતી.

પકડાયેલી બેલડી જે વાહન લોક માર્યા વગરનું હોય તે દોરીને આગળ સુધી લઈ જતા અને ત્યારબાદ તે બાઇક ડાયરેક્ટ કરી ઉઠાવી જતા તેમજ આશિષ આ ચોરીના બાઇક પોતાના પરિચિત વ્યક્તિઓને 10,000થી 20,000માં વેચી મારતો હતો તેમજ ચોરીના બાઇકની નંબર પ્લેટ તોડી અલગ અલગ જગ્યાએ નાખી દેતો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક