• સોમવાર, 27 મે, 2024

દુબઈ સ્થિત P.M. આંગડિયામાં કરોડોના કાળા નાણાના હવાલા પડયાનો ઘટસ્ફોટ CID ક્રાઈમના આંગડિયા પેઢી દરોડામાં

રાજકોટ, અમદાવાદ, તા.13 (ફૂલછાબ ન્યૂઝ) : રાજ્ય ઈઈંઉ ક્રાઈમે સી.આઈ.સેલ-આવક વેરા વિભાગને સાથે રાખી 25 જેટલી આંગડિયા પેઢીમાં દરોડા પાડી 15 કરોડ રોકડ તેમજ સોનું મળી કબજે કરી ક્રિકેટ સટ્ટા સાથે જોડાયેલા હવાલા રેકેટની આશંકાના પગલે 200 કરોડના હવાલા પડયાની શક્યતાઓ સેવાઈ રહી હતી ત્યારે રાજકોટ સહિત અલગ અલગ રાજ્યોમાં આંગડિયા પેઢી ધરાવતી પી.એમ.આંગડિયાનું દુબઈમાં કાળા નાણાના હવાલા પડયાનો પર્દાફાશ થતા ચકચાર જાગી છે. 

સીઆઈડી ક્રાઈમ, ઈંઝ અને ઊઉના અધિકારીઓ દ્વારા 25 આંગડિયા પેઢીઓ પર પાડવામાં આવેલા દરોડામાં બુકી આરઆર અને અમિત આણી મંડળીના કાળા નાણાની હેરાફેરીના કરતુતો ખુલ્યા છે. પોલીસને મળેલી વિગતોમાં સી.જી.રોડ પર આવેલી પી.એમ.આંગડિયા પેઢીના નામે દુબઈમાં પણ પેઢી ખુલી છે. આ પેઢીમાં કાળા નાણાના કરોડોના હવાલા પડયા છે.

ભારતમાંથી આંગડિયા પેઢીમાં જમા કરાવવામાં આવેલા કરોડો રૂપિયા ગણતરીના સમયમાં દુબઈ દિરહામમાં જે તે વ્યક્તિને મળી જતા હતા. વિદેશમાં બેઠેલા બુકીઓ અને તેના માણસો દ્વારા ઓપરેટ થતા શંકાસ્પદ બેંક એકાઉન્ટોની વિગતો પણ પોલીસને આંગડિયા પેઢીના દરોડામાં મળી છે. આંગડિયા પેઢીઓના દરોડામાં પોલીસને તપાસ દરમિયાન 18 કરોડથી વધુની રોકડ અને બોગસ બેંક ખાતા મળી આવ્યા છે.

નોંધનીય છે કે સીઆઈડી ક્રાઈમે બે મહિના અગાઉ બે કેસ કર્યા હતા. જેમાં 1200 કરોડથી વધુના કાળા નાણાની હેરાફેરી ઝડપી હતી. આ હેરાફેરી બેંક ખાતા ધારકોની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો હતો કે, બેંક ખાતા તો કોઈ બીજો વ્યક્તિ ઓપરેટ કરે છે. બન્નેમાંથી એક કેસમાં બુકી આરઆર અને બીજા કેસમાં અમિતનું નામ બહાર આવ્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક