• શનિવાર, 01 એપ્રિલ, 2023

Breaking News

પોરબંદરમાં એક વર્ષથી કૂટણખાનું ધમધમતું’તું

મોઢવાડા પંથકમાંથી મોજ કરવા આવેલા બન્ને શખસ સહિત વેશ્યાવૃત્તિ કરાવનાર મહિલાએ વેર્યા વટાણા: રૂમમાંથી મળેલી બે મહિલા પૈકી એક 

તો 60 વર્ષના વૃદ્ધા હતા

પોરબંદર, તા. 3: અહીંના નરસંગ ટેકરી વિસ્તારમાં ખાંડી કાંઠેથી પકડાયેલા દેહવિક્રયના ધંધાની તપાસમાં આ ધંધો એક વર્ષની ચાલતો હોવાનું અને દેહ વિક્રય કરાવતી બે મહિલા પૈકી એક 60 વર્ષના એક વૃદ્ધા હોવાનું ખુલ્યું હતું. પોલીસ દ્વારા આ બનાવના મૂળ સુધી પહોંચવાની કવાયત હાથ ધરાઈ છે અને અન્ય કોઈ શખસોની સંડોવણી છે કે કેમ સહિતની વિગતો બહાર લાવવા તપાસ હાથ ધરાઈ છે.

મફતિયાપરાની ખાડીમાં રહેતા નાથા ભીમા વાઘેલાની 42 વર્ષની પત્નીએ પોતાના મકાનમાં આર્થિક ફાયદા માટે બહારથી સ્ત્રી પુરુષોને બોલવી દેહવિક્રયનો ધંધો કરી કુટણખાનું શરૂ કર્યું છે. આથી ડમી ગ્રાહકને મોકલવામાં આવતા તેની પાસેથી નાથાભાઈ પત્નીએ રૂપિયા સ્વીકાર્યા હતા તથા ગ્રાહક તરીકે ત્યાં ઉપસ્થિત મોઢવાડા ગામના  ભીખુ જીવા પાડાંવદરા અને મોઢાવાડાની અધારસીમમાં રહેતા જયમલ લાખણશી મોઢવાડિયા ગ્રાહક તરીકે હાજર મળી આવ્યા હતા. 6200ની રોકડ અને 25000ના ત્રણ મોબાઇલ સહિત 31,200નો મુદ્દામાલ પોલી કબજે કર્યો હતો. એન્ટી હ્યુમન ટ્રાફાકિંગ યુનિટ દ્વારા આ બનાવમાં મોઢવાડાથી શરીરસુખ માંણવા આવેલ ભીખુ જીવા પાંડાવદરા તથા મોઢવાડાની અર્ધારસીમના જયમલ લાખણશી મોઢવાડિયા અને કુટણખાનું ચલાવતી અને મફતિયાપરાના ખાડામાં રહેતી સંતોકબેન વાઘેલાની પૂછપરછ કરતા અનેક ચોકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે.અહિયાં આ મહિલા છેલ્લા એક વર્ષથી દેહનો વેપાર કરાવતી હોવાનો ચોકાવનારો ઘટસ્પોર્ટ થયો છે, એક-એક વર્ષથી આવો ધંધો અહિયાં ચાલતો હોવા છતાં પોલીસના ધ્યાને આ બાબત કેમ ના આવી? એ જ મહત્ત્વનો સવાલ ઉભો થયો છે.એટલું જ નહીં પરંતુ આ ધંધો કરાવતી આ મહિલા દરેક ગ્રાહક પાસેથી રૂ.1000 વસૂલતી હોવાનું કબૂલ્યું હતું અને આવેલા બન્ને શખસ પાસેથી પણ રૂ. એક-એક હજાર લીધા હતાં. નરસંગ ટેકરીની ખાડીમાંથી પોલીસે કુટણખાનું પકડી પાડયા બાદ દેહનો વિક્રય કરાવતી મહિલાની પૂછપરછ શરૂ કરી છે અને અન્ય કોઈ શખસોની સંડોવણી છે કે કેમ તેની માહિતી બહાર લાવવાની તજવીજ હાથ ધરી છે કારણકે આ બનાવમાં છેલ્લા એક વર્ષથી કુટણખાનું ધમધમતો હોવાનો ઘટસ્પોર્ટ થયો છે તેથી અન્ય કોઈ શખસો પણ મહિલાની મદદગારીમાં સંડોવાયા હોવાની શક્યતા નકારી શકાતી નથી માટે પોલીસે એ દિશામાં પણ ઊંડાણથી તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.