• શનિવાર, 01 એપ્રિલ, 2023

Breaking News

બરવાળા પંથકમાં જુગાર રમતા છ શખસ ઝડપાયા : 11 ફરાર

કાર-છ મોબાઈલ-રોકડ સહિત રૂ.6.પ8 લાખનો મુદ્દામાલ કબજે

બોટાદ, તા.3 : બરવાળા તાબેના પોલારપુરથી વેજળકા જતા રોડ પર નદીકાંઠે જાહેરમા જુગાર રમાતો હોવાની બાતમીના આધારે બોટાદ એલસીબીના સ્ટાફે દરોડો પાડયો હતો અને જુગાર રમતા તુષાર ઈશ્વર જોષી, કિશન જીવરાજ પરમાર, અજયસિંહ મહેન્દ્રસિંહ પરમાર, ભાવેશ રવજી મકવાણા, ઉપેન્દ્રસિંહ લાખુભા ડોડીયા, મુસ્તાક રસુલ બીલખીયાને ઝડપી લઈ રૂ.78,070ની રોકડ, છ મોબાઈલ, અર્ટીકા કાર સહિત રૂ.6.પ8 લાખનો મુદામાલ કબજે કર્યે હતો. જયારે દરોડા દરમિયાન નિર્મળ ભુપત વેગડ, અર્ટીકા કારના ચાલક સહિત ચાર શખસો, સાગર ભરત વાજા તેમજ ચાર અજાણ્યા અને મયુર ભરવાડ સહિતના શખસો ફરાર થઈ જતા શોધખોળ શરૂ કરી હતી.