• શનિવાર, 01 એપ્રિલ, 2023

Breaking News

બોટાદમાં ટ્રકે બાઇકસવાર આધેડનો જીવ લીધો

બોટાદ, તા.17: શહેરના ઢાંકણિયા રોડ, સરકારી કન્યાશાળા પાસે સવારના સમયે ટ્રકની અડફેટે ચડી જવાથી 52 વર્ષના વલ્લભભાઇ મોતીભાઇ મોરી નામના બાઇકસવાર આધેડનું મૃત્યુ નિપજ્યું હતું. 

 શહેરના ભાવનગર રોડ, વી.પી.ના બંગલા પાસે સોરઠિયા વાડી ખાતે રહેતા મયુર ભાઈ વલ્લભભાઈ મોરીએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેના પિતા વલ્લભ ભાઈ મોતીભાઈ મોરી સવાર ના 9-45 વાગ્યે  મોટરસાઇકલ લઈને ઢાંકણિયા રોડ ઉપર પૈસાની ઉઘરાણી કરવા ગયા હતાં. ઉઘરાણી કરીને ઘરે આવતા હતા ત્યારે 10-30 વાગ્યાની આસપાસ ઢાંકણિયા રોડ સરકારી કન્યાશાળા પાસે ટ્રાફિક જામ થઈ ગયો હોય તે ના પિતા મોટરસાયકલ સાઈડમાં લઈને ઊભા  હતા. ત્યારે  ત્યાંથી પસાર થઇ રહેલા ટ્રકના હુક તેઓના પેન્ટમાં ભરાઈ ગયો હતો અને તેના પિતા નીચે પડી ગયા હતાં. તેના પરથી  ટ્રક ના તોતીંગ વ્હીલ ફરી ગયા હતાં ટ્રકના પાછળના જોટમાં પિતાનું માથું આવી જતા ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. ચાલક  ટ્રક મૂકી નાસી ગયોહતો.પોલીસે પિતાની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી હતી. આ બનાવના પગલે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતાં. પોલીસે ટ્રકચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.