• શનિવાર, 01 એપ્રિલ, 2023

Breaking News

લીંબડીમાંથી જુગાર રમતા બાર શખસ પકડાયા

સ્ટેટ મોનિટરીંગ સેલે સ્થાનિક પોલીસને ઉંઘતી રાખીને દરોડો પાડયો

વઢવાણ, તા. 17:  ઝાલાવાડ પંથકની પોલીસને ઉંઘતી  રાખીને સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડા પાડવાનું શરૂ કર્યું છે. જેમાં લીંબડીમા દરોડો પાડીને જુગાર રમાતા 12 શખસને ઝડપી લેવાયા હતા. તેની પાસેથી કુલ 70 હજારનો મુદ્દામાલ કબજે કરાયો હતો.

 આ દરોડાઓ સ્પષ્ટ સૂચવે છે કે ઝાલાવાડ પંથકમાં પોલીસ તંત્રની રહેમનજર હેઠળ તથા હપ્તા વસૂલી કરીને ચાલતાં બે નંબરના ધંધામાં મોટા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. લીંબડીના બાહેલાપરા વિસ્તારમાં શાક માર્કેટ પાસે આવેલા મહાલક્ષ્મી કોમ્પલેક્સમાં ભોંયતળિયે ખુલ્લી જગ્યામાં વિક્રમભાઈ શંભુભાઈ કટુડિયા બહારથી માણસો બોલાવીને વરલી મટકાનો જુગાર રમાડતા હતા ત્યારે લીંબડી પોલીસને ઉંઘતી રાખીને અચાનક જ ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ બાતમીના આધારે ત્રાટકી હતી. સ્ટેટ મોનિટરીંગની ટીમના દરોડામાં વિક્રમ શંભુભાઈ કટુડીયા સહિત બાર શખસને ઝડપી લીધા હતાં. આ  શખસો પાસેથી રૂ. 19 હજારના સાત મોબાઈલ તથા રૂ. 20 હજારનું એક બાઈક સહિત રોકડ રકમ રૂપિયા 31 હજાર મળીને કુલ રૂપિયા 70 હજારનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ દરોડા સાથે  સ્થાનિક પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે.