• શનિવાર, 01 એપ્રિલ, 2023

Breaking News

જૂનાગઢના ડ્રગ્સ માફિયાને DPS  હેઠળ સાબરમતી જેલ હવાલે

જૂનાગઢ, તા.18: જૂનાગઢના ડ્રગ્સ માફિયા શખસ સામે પોલીસ સૌ પ્રથમ વખત એનડીપીએલ એક્ટ હેઠળ દરખાસ્ત કરતા એસઓજી પોલીસે અટકાયત કરી સાબરમતી જેલ હવાલે કરવામાં આવેલ છે.

જૂનાગઢનાં ઝાંઝરડા ગામે રહેતા મૂળ ધંધુસરના હરેશ ભૂપત વદર (ઉં.35)ને રૂ.23,37,800ની કિંમતના 233.78 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લઈ ‘એ’ ડિવિઝન પોલીસમાં કાનૂની  કાર્યવાહી કરાઈ હતી. યુવા ધનને બરબાદીના માર્ગે ધકેલનાર પ્રવૃત્તિને કડક હાથે ડામી દેવા એનડીએસ હેઠળ દરખાસ્ત કરવામાં આવી હતી.

આ દરખાસ્ત અન્વયે વોરંટ ઇશ્યૂ થતા એસઓજી પોલીસે હરેશ વદરની અટકાયત કરી અમદાવાદની સાબરમતી જેલ હવાલે કરાયો છે. જૂનાગઢ જિલ્લામાં ડ્રગ્સની હેરાફેરી અને વેચાણ કરનાર સામે સૌ પ્રથમ વખત એનડીપીએસ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે.