• શનિવાર, 14 સપ્ટેમ્બર, 2024

હમાસે તેલઅવીવ ઉપર બે રોકેટ દાગ્યા

નવી દિલ્હી, તા.13 : એકબાજુ ઈઝરાયલ ઉપર ઈરાનનાં હુમલાનું ઝળૂંબી રહ્યું છે ત્યારે આજે હમાસે ઈઝરાયલ ઉપર બે એમ90 રોકેટ દાગીને તેલઅવીવને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં તેલઅવીવ અને આસપાસનાં વિસ્તારમાં કેટલું નુકસાન થયું છે તેની કોઈ સ્પષ્ટ જાણકારીઓ મળી નથી.

હમાસની સશત્ર અલ-કસમ બ્રિગેડ દ્વારા આજે આ હુમલો કરવામાં આવ્યો હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. જો કે ઈઝરાયલનું મીડિયા કહી રહ્યું છે કે, ધડાકાનો અવાજ તો સંભળાયો છે પણ આમાં જાનમાલનાં નુકસાનની કોઈ જાણકારી નથી. આ હુમલા વિશે ઈઝરાયલની વાયુસેનાએ નિવેદન આપતા કહ્યું છે કે, થોડા સમય પહેલા એક રોકેટ લોન્ચ ડિટેક્ટ થયું છે અને તે ગાઝા પટ્ટી પાર કરી ગયું છે. આ રોકેટ સેન્ટર ઈલાકામાં સમુદ્રી ક્ષેત્રમા પડયું છે. આ ઘટના વિશે કોઈપણ પ્રકારનું એલર્ટ જારી કરાયું નથી.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ભાવનગર અને અમરેલી જિલ્લામાં કેફી પદાર્થના કારોબારનો પર્દાફાશ September 14, Sat, 2024