• શનિવાર, 14 સપ્ટેમ્બર, 2024

પરમાણુ બોમ્બ બનાવવા ઈરાનની દોટ

-ઈઝરાયલ સાથે યુદ્ધના ભણકારા વચ્ચે દુનિયાને ચોંકાવતો દાવો

તેહરાન, તા.14 : ઈઝરાયલ સાથે ગમે ત્યારે યુદ્ધ ફાટી નિકળે તેવી આશંકા વચ્ચે ઈરાને દુનિયાની ચિંતા વધારતા ખુદને પરમાણું શક્તિ સંપન્ન દેશ બનાવવા ડેટોનેટર ટેસ્ટિંગ ફરી શરૂ કરવા નિર્ણય લીધો છે.

ઈરાન ઇન્ટરનેશનલ મીડિયા આઉટલેટના રિપોર્ટ અનુસાર, ઈરાને પોતાના ગુપ્ત પરમાણુ હથિયાર કાર્યક્રમને આગળ વધારવાના પ્રયાસ ઝડપી બનાવ્યા છે. પરમાણું બોમ્બ તૈયાર કરવાના ઈરાદામાં તે આગળ વધ્યું છે. ઈરાને જો પરમાણુ બોમ્બ બનાવી લીધો તો દુનિયા સામે છેલ્લા બે દાયકાથી જે જોખમ મંડરાઈ રહ્યું છે તે વાસ્તવિક બનશે. સૂત્રોને ટાંકી દાવો કરાયો છે કે, ઓર્ગેનાઇઝેશન ઓફ ડિફેન્સિવ ઇનોવેશન એન્ડ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનનું પુન:નિર્માણ કરીને ઈરાને પોતાનો ગુપ્ત પરમાણુ કાર્યક્રમ આગળ વધાર્યો છે. આ સંગઠનમાં મોહમ્મદ ઈસ્લામીને યથાવત્ રાખવામાં આવ્યા છે. ઈરાન પરમાણું બોમ્બ ડેટોનેટરનાં ઉત્પાદન માટે ફરી પરમાણુ પરીક્ષણ કરી શકે છે.

ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર નજર રાખતા અમેરિકી ગુપ્તચરો વર્ષોથી એવો દાવો કરતાં આવ્યા છે કે ઈરાન વર્તમાનમાં પરીક્ષણ યોગ્ય પરમાણુ ઉપકરણ બનાવવા જરૂરી ગતિવિધિઓ કરી રહયું નથી પરંતુ ર0ર4ના રિપોર્ટમાં તેનો છેદ ઉડી ગયો જ્યારે સામે આવ્યું કે ઈરાને એવી ગતિવિધિઓ કરી છે જે તેને પરમાણુ ઉપકરણ બનાવવા વધુ સારી સ્થિતિમાં લાવે છે. ઇસ્લામિક રિપબ્લિકે પરમાણુ સામગ્રી વહન કરી શકે તેવી મિસાઇલોના વિકાસ તરફ આગળ વધી રહ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ભાવનગર અને અમરેલી જિલ્લામાં કેફી પદાર્થના કારોબારનો પર્દાફાશ September 14, Sat, 2024